Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સસરા વીરૂ દેવગણની ખૂબ જ નજીક હતી કાજોલ, છેલ્લા સમય સુધી હતી તેમની સાથે

સસરા વીરૂ દેવગણની ખૂબ જ નજીક હતી કાજોલ, છેલ્લા સમય સુધી હતી તેમની સાથે

27 May, 2019 05:52 PM IST | મુંબઈ

સસરા વીરૂ દેવગણની ખૂબ જ નજીક હતી કાજોલ, છેલ્લા સમય સુધી હતી તેમની સાથે

સસરાની ખૂબ જ નજીક હતી કાજોલ

સસરાની ખૂબ જ નજીક હતી કાજોલ


સોમવારે બોલીવુડના જાણીતા સ્ટંટમેન વીરૂ દેવગણે આખરી શ્વાસ લીધા. તેમનું નિધન હાર્ટ અટેકના કારણે થયું. કાજોલ પોતાના સસરાથી ખૂબ જ નજીક હતા. કાજોલ સસરા વીરૂ દેવગણ સાથે અનેક વાર ઈવેન્ટ અનો શોમાં નજર આવી હતી. તે, વીરૂ દેવગણને પોતાના પિતા સમાન માનતી હતી.

અમર ઉજાલાના અહેવાલ અનુસાર વીરૂ દેવગણ ઘરે હતા અને જમી રહ્યા હતા. ત્યારે તેઓ અચાનક ખુરશી પરથી પડી ગયા. સસરાની સ્થિતિ જોઈને કાજોલ તરત જ તેમને હૉસ્પિટલ લઈ ગઈ. પરંતુ તેમનું નિધન થઈ ગયું. વીરૂ દેવગણના અંતિમ ક્ષણોમાં સસરા સાથે માત્ર કાજોલ જ હતી. અજય દેવગણ પણ નહોતા.

અજય દેવગણ પોતાની આગામી ફિલ્મ તાનાજીના શૂટિંગમાં વ્યસ્ત હતા. જેના કારણે તે છેલ્લા સમયે પિતા સાથે મુલાકાત ન કરી શકી. જો કે પિતાના નિધનની જાણકારી મળતા જ અજય તરત જ હૉસ્પિટલ પહોંચી ગયા.

veeru devgan




વીરૂ દેવગણ ભાગ્યે જ પાર્ટીઓ કે ઈવેન્ટમાં જોવા મળતા હતા. તેઓ છેલ્લા ફેબ્રુઆરી 2019માં જાહેરમાં જોવા મળ્યા હતા. જ્યારે તેમણે અજય દેવગણની ફિલ્મ ટોટલ ધમાલના  સ્પેશિયલ સ્ક્રીનિંગમાં જોવા મળ્યા હતા.


આ પણ વાંચોઃ અજય દેવગણના પરિવારને શાંત્વના આપવા ઉમટી પડ્યું બોલીવુડ


તેમણે અનેક યાદગાર ફિલ્મોમાં એક્શન સીન્સ કોરિયોગ્રાફ કર્યા હતા. જેમાં ઈનકાર, મિ. નટવરલાલ, ક્રાંતિ, હિમ્મતવાલા, શહેનશાહ, ત્રિદેવ, બાપ નંબરી બેટા દસ નંબરી, ફૂલ ઔર કાંટેનો સમાવેશ થાય છે.


Whatsapp-channel Whatsapp-channel

27 May, 2019 05:52 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK