ફૅન્સ પાસે ડૉગીના નામ માટે સજેશન માગ્યું વરુણે

16 June, 2021 12:16 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વરુણ ધવને ગઈ કાલે ઇન્સ્ટાગ્રામ પર તેના ‘બૉય’ને તેના ચાહકો સમક્ષ ઇન્ટ્રોડ્યુસ કર્યો હતો

વરુણ ધવન

વરુણ ધવને ગઈ કાલે ઇન્સ્ટાગ્રામ પર તેના ‘બૉય’ને તેના ચાહકો સમક્ષ ઇન્ટ્રોડ્યુસ કર્યો હતો. તેમ જ તેણે તેમને નામ સજેસ્ટ કરવા પણ કહ્યું હતું. વરુણે એક વિડિયો શૅર કર્યો છે જેમાં તે તેના ડૉગી સાથે મસ્તી કરતો જોવા મળી રહ્યો છે. તેણે એ વાત પણ સ્વીકારી છે કે હજી સુધી તે એનું નામ નથી રાખી શક્યો. આ વિડિયો શૅર કરીને વરુણે કૅપ્શન આપી હતી કે ‘ફાધરહુડ. મારા બૉયનું હજી સુધી નામ નથી રાખી શક્યો. તમે લોકો મારી મદદ કરો.’

entertainment news bollywood bollywood news bollywood gossips varun dhawan