વિઝ્‍યુઅલ ઇફેક્ટ્સને કારણે ‘બવાલ’ થઈ પોસ્ટપોન

01 February, 2023 03:11 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફિલ્મ માટે પોલૅન્ડની સ્પેશ્યલ ટેક્નૉલૉજીનો ઉપયોગ કરવામાં આવશે

વરુણ ધવન અને જાહ્નવી કપૂર

વરુણ ધવન અને જાહ્નવી કપૂરની ‘બવાલ’ને વિઝ્‍યુઅલ ઇફેક્ટ્સને કારણે પોસ્ટપોન કરવામાં આવી છે. આ ફિલ્મને નિતેશ તિવારીએ ડિરેક્ટ કરી છે. ફિલ્મની રિલીઝની નવી તારીખની જાહેરાત હજી સુધી નથી કરવામાં આવી. ફિલ્મને નડિયાદવાલા ગ્રૅન્ડ સને પ્રોડ્યુસ કરી છે. ફિલ્મ માટે પોલૅન્ડની સ્પેશ્યલ ટેક્નૉલૉજીનો ઉપયોગ કરવામાં આવશે. ફિલ્મને લઈને નિતેશ તિવારીએ કહ્યું કે ‘આ ફિલ્મ માટે અમારે જે પ્રકારની વિઝ્‍યુઅલ ઇફેક્ટ્સની જરૂર છે એને માટે અમારે વધુ સમયની જરૂર છે. અમે કોઈ શૉર્ટ-કટ નથી અપનાવવા માગતા, કારણ કે અમારા વિઝનને ઉત્કૃષ્ટ રીતે દર્શકોને દેખાડવામાં આવે એ જ અમારો ઉદ્દેશ છે.’

entertainment news bollywood news bollywood gossips bollywood janhvi kapoor varun dhawan upcoming movie