વરુણ ધવન અને આલિયા ભટ્ટને મળ્યો કિડ્સ ચૉઇસ અવૉર્ડ

24 December, 2018 08:02 PM IST  | 

વરુણ ધવન અને આલિયા ભટ્ટને મળ્યો કિડ્સ ચૉઇસ અવૉર્ડ

વરૂણ ધવન સાથે આલિયા ભટ્ટ

દીપિકા પાદુકોણને પાવરહાઉસ પર્ફોર્મર ઑફ ધ યરથી નવાજવામાં આવી છે. બાળકો દ્વારા તેમની પસંદગી થતાં આ કલાકારોએ ખુશી વ્યક્ત કરી હતી. આ વિશે વરુણ ધવને કહ્યું હતું કે ‘મને હંમેશાંથી બાળકો સાથે અને બાળકો માટે તેમના ફેવરિટ કાટૂર્ન કૅરૅક્ટર સાથે પર્ફોર્મ કરવું ખૂબ ગમે છે. આ વર્ષે પણ મારો ઍક્ટ ખૂબ જ અલગ હતો.’

આલિયા ભટ્ટે પણ પોતાના પર્ફોર્મન્સથી બાળકોનાં દિલ જીતી લીધાં હતાં. આ વિશે આલિયાએ કહ્યું હતું કે ‘મારા નાના ફૅન્સ માટે પર્ફોર્મ કરવાનું હું હંમેશાં એન્જૉય કરું છું. દર વર્ષે આ અનોખો અવૉર્ડ પહેલાં કરતાં વધુ મનોરંજન અને પ્રોત્સાહન આપનારો બને છે.’

entertaintment bollywood news varun dhawan alia bhatt