31 May, 2025 07:22 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઉર્વશી રાઉતેલા અને લિયોનાર્ડો ડિકૅપ્રિયો
ઍક્ટ્રેસ ઉર્વશી રાઉતેલા હમણાં કાન ફિલ્મ ફેસ્ટિવલમાં તેની સ્ટાઇલને લીધે ચર્ચામાં હતી. હવે તેણે પોતાની એક પોસ્ટથી ચર્ચા જગાવી છે. તેણે હૉલીવુડ સ્ટાર અને ‘ટાઇટૅનિક’ ફિલ્મના હીરો લિયોનાર્ડો ડિકૅપ્રિયો સાથે એક ફોટો શૅર કર્યો છે. જોકે આ ફોટો કરતાં વધારે ચર્ચા એની કૅપ્શનની થઈ રહી છે. ઉર્વશીએ લખ્યું હતું કે લિયોનાર્ડોએ મને ક્વીન ઑફ કાન કહી છે. ઉર્વશીના આ દાવા પર તે ટ્રોલ થઈ રહી છે અને લોકો તેની હાંસી ઉડાવી રહ્યા છે.
ઉર્વશીએ કૅપ્શનમાં લખ્યું, ‘જ્યારે લિયોનાર્ડો ડિકૅપ્રિયો તમને ક્વીન ઑફ કાન કહે! આભાર, લિયો... આ તો ખરેખર ટાઇટૅનિક તારીફ છે.’
આ પોસ્ટ પર એક યુઝરે લખ્યું કે શું લિયોનાર્ડોને આ વાતની જાણ છે? તો બીજા એક યુઝરે કમેન્ટ કરી કે આ તો AIની કમાલ છે.