ઉર્મિલા માતોંડકરે આપ્યું કોંગ્રેસમાંથી રાજીનામુ, જાણો કારણ

10 September, 2019 04:06 PM IST  |  મુંબઈ ડેસ્ક

ઉર્મિલા માતોંડકરે આપ્યું કોંગ્રેસમાંથી રાજીનામુ, જાણો કારણ

ઉર્મિલા માતોંડકર (ફાઇલ ફોટો)

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2019 પહેલા જ કોંગ્રેસનો મોટો ઝટકો લાગ્યો છે. અભિનેત્રી ઉર્મિલા માતોંડકરે મંગળવારે કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દીધું છે. ઉર્મિલા પ્રમાણે, તેનો ઉપયોગ થઈ રહ્યો હતો, આ કારણે તેણે કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દીધું. કોંગ્રેસમાંથી અલગ થતાં ઉર્મિલાએ કોંગ્રેસ પર આરોપ મૂક્યો છે. તેણે કહ્યું કે મુંબઇ કોંગ્રેસ મોટા લક્ષ્ય પર ધ્યાન આપવાને બદલે તેનો ઉપયોગ કરીને રાજકારણ કરે છે. ઉર્મિલાએ નોર્થ મુંબઇથી લોકસભા ચૂંટણી લડી હતી. ઉર્મિલાને ભાજપાના ગોપાલ શેટ્ટીએ હરાવી હતી.

નોંધનીય છે કે બાળ કલાકાર તરીકે પોતાની ફિલ્મી સફરની શરૂઆત કરનારી બોલીવુડ અભિનેત્રી ઉર્મિલા માતોંડકરે કોંગ્રેસ સાથે પોતાની રાજકારણીય સફર શરૂ કરી હતી. સાથે જ, લોકસભા ચૂંટણી 2019માં ઉર્મિલાએ મુંબઇ નોર્થ સીટથી ચૂંટણી લડી હતી. તેણે અનેક હીટ ફિલ્મો આપી છે. ફિલ્મી પડદા પર છેલ્લે તે ફિલ્મ બ્લેકમેલમાં એક આઇટમ ડાન્સ કરતી જોવા મળી હતી.

ઉર્મિલાએ મુંબઇ નોર્થ લોકસભા સીટ પર લોકસભા ચૂંટણી લડી હતી. પણ અહીં ફિલ્મ અભિનેત્રી ઉર્મિલા માતોંડકરનો જાદૂ ચાલ્યો નહીં. ભાજપાના ગોપાલ શેટ્ટીએ ચૂંટણીમાં ઉર્મિલાને પરાજિત કર્યા હતા. પરાજય પછી ઉર્મિલાએ સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપતાં ઇવીએમ પર પ્રશ્નો ઉઠાવ્યા હતા.

આ પણ વાંચો : આનંદી ત્રિપાઠી: 'મૈયરમાં મનડું નથી લાગતું'ની અભિનેત્રી અત્યારે દેખાય છે આવી

સંજય નિરુપમની પીછે હટથી ઉર્મિલાનો મળી હતી તક
ઉત્તર મુંબઇ લોકસભા સીટથી ઉર્મિલા માતોંડકરને કોંગ્રેસ ઉમેદવાર બનાવવા માટેનું સૌથી મોટું કારણ હતું પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સંજય નિરુપમે ચૂંટણી લડવાની ના પાડી દીધી હતી. વર્ષ 2014ના લોકસભા ચૂંટણીમાં સંજય, ભાજપના ગોપાલ શેટ્ટી સામે હારી ગયા હતા. આમ આ ચૂંટણી લડવામાં કોઇપણ રસ દર્શાવતા ન હતા. કોંગ્રેસે પછી આ સીટ પરથી ઉર્મિલાને મેદાનમાં ઉતારવાનો નિર્ણય લીધો.

ભાજપનું ગઢ માનવામાં આવતી આ સીટ પર ગોવિંદા હતા આગળ
ઉત્તર મુંબઇ સીટ લાંબા સમય સુધી ભાજપનું ગઢ માનવામાં આવતી રહી. પણ તેનો બોલીવુડ સાથે પણ જૂનો નાતો રહ્યો છે. વર્ષ 1989માં રામ નાઈકે પહેલી વાર આ સીટ પર ભાજપને જીત અપાવી હતી. ત્યાર પછી નાઇકે અહીંથી સતત પાંચ વાર જીત અપાવી. વર્ષ 2004માં ભાજપાને ત વખતે ઝટકો લાગ્યો જ્યારે નાઇકને 2004માં લોકસભા ચૂંટણીમાં બોલીવુડ અભિનેતા ગોવિંદા સામે હારનો સામનો કરવો પડ્યો. તે સમયે ગોવિંદાની પૉપ્યુલારિટી સાતમાં આકાશે હતી. જો કે. સાંસદ બન્યા પછી ગોવિંદાને વધારે દિવસ રાજકારણ સદ્યું નહીં અને તેણે ફરી ફિલ્મી દુનિયામાં પાછાં જોડાયા.

urmila matondkar congress bollywood indian politics bollywood events bollywood news bollywood gossips