14 August, 2025 06:57 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રામ ચરણ અને પત્ની ઉપાસના
રામ ચરણ તેના ભાવનાત્મક અભિનય માટે જણાય છે. ‘મગધીરા’ થી ‘આર.આર.આર.’ સુધી, તેણે અનેક ફિલ્મોમાં પોતાની પરફોર્મન્સથી દર્શકોનું દિલ જીત્યું છે. પરંતુ શું તમને ખબર છે કે રામ ચરણ પણ ફિલ્મો જોતા સહેજે ભાવુક થઈ જાય છે અને ક્યારેક તો રડી પણ પડે છે? હા, આ વાત ઘણા લોકોને ખબર નથી. તાજેતરમાં તેની પત્ની ઉપાસના કામિનેની કોનિડેલાએ આ વાત શૅર કરી હતી. ચાલો જોઈએ તેણે શું કહ્યું:
તાજેતરમાં ઉપાસના કામિનેની કોનીદેલાએ રામ ચરણ વિશે અનેક મજેદાર અને રસપ્રદ વાતો શૅર કરી હતી, જે તેના વ્યક્તિગત જીવનની એક નવી બાજુ દર્શાવે છે. તેણે કહ્યું કે રામ ચરણ પરિવાર સાથે સમય પસાર કરવાનું બહુ પસંદ કરે છે અને હૉલિડેઝનું પ્લાનિંગ પોતે જ કરે છે. પરિવાર માટે ક્યાં જવું, શું કરવું અને કેવી રીતે સમય પસાર કરવો, આ બધું તે જાતે જ પ્લાન કરે છે. રામ ચરણ પરિવાર માટે વેકેશનનું આયોજન કરે છે! તે પરિવાર માટે ડેસ્ટિનેશન વેકેશનનું આયોજન કરવાની જવાબદારી પોતાના પર લે છે.
સ્ક્રીન પર ભલે રામ ચરણ રફ એન્ડ ટફ પાત્રોમાં જોવા મળે, પરંતુ તેની વ્યક્તિગત જીવનમાં તે ખૂબ જ નરમ દિલના અને લાગણીશીલ છે. ઉપાસનાના જણાવ્યા મુજબ, જ્યારે તે કોઈ ભાવુક દૃશ્યવાળી ફિલ્મ જુએ છે, ત્યારે સહેલાઈથી તેમના આંખોમાં આંસુ આવી જાય છે. આ તેના સ્વભાવની કોમળ બાજુ છે, જે કદાચ ચાહકોને મોટા પડદા પર દેખાતી નથી. રામ ચરણ પોતાના પેટ ડૉગ ‘રાઈમ’ સાથે પણ અત્યંત લાગણીશીલ છે. તે તેને પરિવારના સભ્યની જેમ પ્રેમ આપે છે અને ઘણી વાર તો ચોરીછૂપીથી ટેબલની નીચે ખાવાનું આપી દે છે. આ નાની-નાની હરકતો તેના પેટ ડૉગ પ્રત્યેના સ્નેહ અને લાગણીની સાબિતી આપે છે. ઉપાસનાએ એ પણ જણાવ્યું કે રામ ચરણને મધરાતે નાસ્તો કરવો ખૂબ ગમે છે. ખાસ કરીને ગુજરાતી નાસ્તા પ્રત્યેનો તેનો પ્રેમ તો અનોખો છે. આ વાતને લઈને ઉપાસનાએ મજાકમાં કહ્યું હતું કે જો તેને તક મળે તો તે મધરાતે પણ પૂરેપૂરો ગુજરાતી નાસ્તો માણી લે.
રામ ચરણને ઓરિજિનલ રસમ રાઈસ એટલા પસંદ છે કે તે તેને હંમેશાં સાથે રાખે છે. રસમ રાઈસને તેઓ ખાસ કરીને ઓમ્લેટ સાથે ખાવા પસંદ કરે છે, અને આ અનોખું કોમ્બિનેશન તેનું ફેવરિટ ફૂડ છે.
ઉપાસનાના જણાવ્યા મુજબ, મજેદાર વાત એ છે કે રામ ચરણ ઘણી વાર મહત્ત્વપૂર્ણ તારીખો, જેમ કે પરિવારજનોના જન્મદિવસ અથવા લગ્ન વર્ષગાંઠ, ભૂલી જાય છે. એ જ નહીં, તે મોટાભાગે પોતાનો ફોન પણ ક્યાંક મૂકી દે છે અને પછી ભૂલી જાય છે. આ નાની-નાની આદતો તેના સ્વભાવને વધુ સરળ અને માનવીય બનાવે છે.
ઉપાસનાના જણાવ્યા પ્રમાણે, રિયલ લાઈફ હોય કે રીલ લાઈફ, રામ ચરણ પોતાના અભિનય અને પોતાની ફૂડ લવથી સૌના દિલ જીતી લે છે.