યુનિફૉર્મ હંમેશાં એક જવાબદારી લઈને આવે છે : શરદ કેળકર

02 August, 2021 10:50 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અજય દેવગનની ‘ભુજ : ધ પ્રાઇડ ઑફ ઇન્ડિયા’માં તે આર. કે. નાયરનું પાત્ર ભજવી રહ્યો છે

યુનિફૉર્મ હંમેશાં એક જવાબદારી લઈને આવે છે : શરદ કેળકર

શરદ કેળકરનું કહેવું છે કે યુનિફૉર્મ પહેરીને કામ કરવું ખૂબ જવાબદારીભર્યું છે. અજય દેવગનની ‘ભુજ : ધ પ્રાઇડ ઑફ ઇન્ડિયા’માં તેણે પણ કામ કર્યું છે. આ ફિલ્મ ડિઝની+હૉટસ્ટાર પર ૧૩ ઑગસ્ટે રિલીઝ થવાની છે. આ એક વાસ્તવિક ઘટના પરથી પ્રેરિત થઈને બનાવવામાં આવેલી ફિલ્મ છે જેમાં સૈનિકોની સાથે એ ગામની મહિલાઓએ પણ કેવી બહાદુરી દેખાડી હતી એની વાત કરવામાં આવી છે. આ ફિલ્મમાં તે આર્મી ઑફિસર આર. કે. નાયરનું કામ કરી રહ્યો છે. આ વિશે વાત કરતાં શરદ કેળકરે કહ્યું કે ‘મારું માનવું છે કે દરેક પાત્ર સાથે એની જવાબદારી જોડાયેલી હોય છે. જોકે યુનિફૉર્મ પહેરવું અને ઇતિહાસમાં ઘટેલી ઘટના પરથી જે-તે વ્યક્તિને લગતું પાત્ર ભજવવું એક વધુ જવાબદારી સાથે આવે છે. અમારે દિમાગમાં એ વાતને હંમેશાં યાદ રાખવી પડે છે કે અમે જે-તે વ્યક્તિ અને યુનિફૉર્મનું સન્માન કરીએ. આર. કે. નાયરનું પાત્ર ભજવવું અને યુનિફૉર્મ પહેરવાથી મારી ઍક્ટિંગમાં એક ગજબની એનર્જી આવી ગઈ હતી. આ ફિલ્મમાં આ પાથના સ્પિરિટને જીવંત રાખવા માટે મેં મારાથી બનતી તમામ મહેનત કરી છે. મારા પાત્રને દર્શકો કેવું રીઍક્શન આપે છે એ માટે હું રાહ જોઈ રહ્યો છું.’

bollywood news bollywood bollywood gossips television news indian television