યુએઈના પ્રેસિડન્ટનું લાંબી માંદગી બાદ નિધન થતાં IIFA અવૉર્ડ પોસ્ટપોન્ડ

16 May, 2022 03:54 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

યુએઈના પ્રેસિડન્ટ શેખ ખલીફા બિન ઝાયેદ અલ નાહ્યાનનું લાંબી માંદગી બાદ ૭૩ વર્ષની વયે નિધન થતાં IIFA (ઇન્ટરનૅશનલ ઇન્ડિયન ફિલ્મ ઍકૅડેમી) અવૉર્ડ પોસ્ટપોન્ડ રાખવામાં આવ્યો છે.

શેખ ખલીફા બિન ઝાયેદ અલ નાહ્યાન

યુએઈના પ્રેસિડન્ટ શેખ ખલીફા બિન ઝાયેદ અલ નાહ્યાનનું લાંબી માંદગી બાદ ૭૩ વર્ષની વયે નિધન થતાં IIFA (ઇન્ટરનૅશનલ ઇન્ડિયન ફિલ્મ ઍકૅડેમી) અવૉર્ડ પોસ્ટપોન્ડ રાખવામાં આવ્યો છે. યુએઈમાં ૪૦ દિવસનો શોક જાહેર કરવામાં આવ્યો છે અને સાથે જ યુએઈમાં તમામ સરકારી અને પ્રાઇવેટ સેક્ટરનાં કામકાજ ૩ દિવસ માટે બંધ રાખવામાં આવ્યાં છે. આ વખતે આ અવૉર્ડ અબુ ધાબીમાં ૧૯થી ૨૧ મે દરમ્યાન આયોજિત કરવામાં આવ્યો હતો. હવે આ શો ૧૪થી ૧૬ જુલાઈએ આયોજિત કરવાનો ફેંસલો IIFAએ લીધો છે, પણ હજી સુધી કોઈ ચોક્કસ તારીખ જાહેર નથી કરવામાં આવી. પ્રેસિડન્ટનું નિધન થતાં ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ પણ શોક વ્યક્ત કર્યો છે. તેઓ ઘણાં વર્ષથી બીમાર હતા. 

entertainment news bollywood news