08 October, 2025 09:12 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આ તસવીર શૅર કરીને ટ્વિન્કલે
બૉબી દેઓલ અને ટ્વિન્કલ ખન્નાએ ૧૯૯૫ની ૬ ઑક્ટોબરે રિલીઝ થયેલી ફિલ્મ ‘બરસાત’ સાથે બૉલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. સોમવારે આ ફિલ્મની રિલીઝને ત્રીસ વર્ષ થયાં એ પ્રસંગે ટ્વિન્કલે ફિલ્મના મેકિંગ વખતે બૉબી સાથે શૂટ કરેલી તસવીર શૅર કરી છે. આ તસવીર શૅર કરીને ટ્વિન્કલે કૅપ્શન લખી, ‘વિશ્વાસ કરવો મુશ્કેલ છે કે ત્રીસ વર્ષ થઈ ગયાં છે અને અમે હજી પણ અહીં છીએ અને અમારું કામ કરી રહ્યાં છીએ. બૉબીએ અમારા ‘બરસાત’ના દિવસોમાં શૂટ કરાયેલી આ તસવીર મૂકી છે. મને લાગે છે કે શાંતિથી ગાયબ થવું એ ક્યારેય અમારી સ્ટાઇલ નહોતી.’