31 July, 2025 07:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અનન્યા પાંડે
તાજમહલની સુંદરતા માત્ર પ્રવાસીઓને જ નહીં પણ ફિલ્મમેકર્સને પણ આકર્ષે છે. મંગળવારે સવારે જૅકી શ્રોફ, કાર્તિક આર્યન અને અનન્યા પાંડેએ તેમની ફિલ્મ ‘તૂ મેરી મૈં તેરા, મૈં તેરા તૂ મેરી’નું તાજમહલ ખાતે શૂટિંગ કર્યું હતું. અનન્યાને સેટ પર જ્યારે સમય મળ્યો ત્યારે તેણે તાજમહલ સાથેની તસવીરો ક્લિક કરીને એેને ‘વાહ તાજ’ની કૅપ્શન આપીને પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં પોસ્ટ કરી હતી.
આ ફિલ્મના શૂટિંગ સમયે સ્ટાર્સ બાઉન્સર અને પોલીસના સુરક્ષા-ઘેરામાં રહ્યા. એ સમયે ફૅન્સે સ્ટાર્સની નજીક જવાનો પ્રયાસ કર્યો, પણ સુરક્ષાકર્મીઓએ સુરક્ષા-વ્યવસ્થા બહુ કડક રાખી હતી. આ શૂટિંગ દરમ્યાન રૉયલ ગેટથી પ્રવાસીઓનો પ્રવેશ શૂટિંગ-યુનિટ દ્વારા રોકવામાં આવ્યો હતો. આના કારણે પ્રવાસીઓ અહીં ફોટો લઈ શક્યા નહીં અને તેમણે વાંધો ઉપાડ્યો હતો. જોકે પછી તેમની વચ્ચે સમાધાન થઈ ગયું હતું. તેમને નિકાસ-દ્વારથી અંદર જવું પડ્યું. આ