પ્રભાસ સાથેની સ્પિરિટમાં દીપિકા પાદુકોણની જગ્યા લીધી તૃપ્તિ ડિમરીએ

26 May, 2025 06:57 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દીપિકા પાદુકોણે કામના મર્યાદિત કલાકો, તગડા પૈસા અને પ્રૉફિટમાં શૅરની માગણી કરી એને પગલે તેને આ ફિલ્મમાંથી પડતી મૂકવામાં આવી છે.

દીપિકા પાદુકોણ, તૃપ્તિ ડિમરી

‘ઍનિમલ’ના ડિરેક્ટર સંદીપ રેડ્ડી વાંગાની આગામી ફિલ્મ ‘સ્પિરિટ’માંથી દીપિકા પાદુકોણની હકાલપટ્ટી થયા પછી તેની જગ્યા તૃપ્તિ ડિમરીએ લીધી છે. ‘સ્પિરિટ’માં પ્રભાસ હીરો છે અને તેની સાથે રોલ મેળવીને તૃપ્તિએ મોટી સિદ્ધિ હાંસલ કરી છે. દીપિકા પાદુકોણે કામના મર્યાદિત કલાકો, તગડા પૈસા અને પ્રૉફિટમાં શૅરની માગણી કરી એને પગલે તેને આ ફિલ્મમાંથી પડતી મૂકવામાં આવી છે. જે ફિલ્મને લીધે તૃપ્તિ સ્ટાર બની છે એ ‘ઍનિમલ’ના ડિરેક્ટરે હવે તેને ‘સ્પિરિટ’માં પણ લઈને તેના પર જબરો વિશ્વાસ મૂક્યો છે. તૃપ્તિ આ ઉપરાંત સિદ્ધાંત ચતુર્વેદી સાથે ‘ધડક 2’માં, શાહિદ કપૂર સાથે ‘અર્જુન ઉસ્તરા’માં દેખાવાની છે. ‘ઍનિમલ’ની સીક્વલ ‘ઍનિમલ પાર્ક’ અને KGFવાળા યશ સાથેની એક ફિલ્મ પણ તેની ઝોળીમાં છે.

tripti dimri deepika padukone prabhas upcoming movie bollywood bollywood gossips bollywood news bollywood buzz entertainment news