22 February, 2024 06:15 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તૃપ્તિ ડિમરી , કિયારા અડવાની
‘ભૂલભુલૈયા 3’માં હવે કિયારા અડવાણીની જગ્યાએ તૃપ્તિ ડિમરી જોવા મળશે. ‘ભૂલભુલૈયા 2’માં કાર્તિક આર્યન અને કિયારાએ કામ કર્યું હતું. કાર્તિકના પર્ફોર્મન્સે ધમાલ મચાવી હતી. આ સિરીઝની ત્રીજી ફિલ્મની જાહેરાત થઈ ગઈ છે, પરંતુ એમાંથી હિરોઇન બદલાઈ ગઈ છે. ‘ભૂલભુલૈયા 3’માં કાર્તિકની સાથે તૃપ્તિ ડિમરીની એન્ટ્રી પાકી થઈ ગઈ છે. તે આ ફિલ્મમાં લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મ આ વર્ષે દિવાળી દરમ્યાન રિલીઝ થવાની છે. એમાં વિદ્યા બાલન પણ જોવા મળશે. અગાઉ કાર્તિકે સોશ્યલ મીડિયામાં જિગ્સૉ પઝલ શૅર કર્યો હતો અને આ ફિલ્મની ઍક્ટ્રેસને ઓળખવા કહ્યું હતું. હવે આ રહસ્ય પરથી તેણે પડદો ઊંચક્યો છે. તૃપ્તિનો ફોટો ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરીને કાર્તિકે કૅપ્શન આપી હતી, ‘થ્રિલ અને જોશ હવે વધુ તેજ થશે. તૃપ્તિ ડિમરીનો ‘ભૂલભુલૈયા 3’માં સમાવેશ કરવામાં આવ્યો છે.’