Total Timepass : શાબાશ તાપસી

27 March, 2021 03:16 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સેટ પરનો ફોટો તાપસીએ શૅર કર્યો છે. ફોટોમાં તે પિચ પાસે ઊભી છે. તેણે ક્રિકેટ ગ્લવ્ઝ અને હેલ્મેટ પહેર્યાં છે. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને તાપસીએ કૅપ્શન આપી હતી કે ‘સ્માઇલ ઑન, સ્પિરિટ્સ હાઈ, પિચ સેટ

તાપસી પન્નૂ

તાપસી પન્નુ તેની આવનારી ‘શાબાશ મિઠુ’ માટે ખૂબ જોશમાં દેખાય છે. આ ફિલ્મ મહિલા ક્રિકેટ ટીમની કૅપ્ટન મિતાલી રાજની બાયોપિક છે. પોતાના રોલ માટે તાપસીએ ક્રિકેટની સખત ટ્રેઇનિંગ લીધી છે. એ તૈયારીના ફોટો તે સતત સોશ્યલ મીડિયામાં શૅર કરે છે. આ ફિલ્મ સિવાય તે ‘લૂપ લપેટા’, ‘હસીન દિલરૂબા’, ‘રશ્મિ રૉકેટ’ અને ‘દો બારા’માં પણ જોવા મળવાની છે. ‘શાબાશ મિઠુ’ને રાહુલ ધોળકિયા ડિરેક્ટ અને વાયકૉમ18 સ્ટુડિયોઝ પ્રોડ્યુસ કરી રહ્યા છે. સેટ પરનો ફોટો તાપસીએ શૅર કર્યો છે. ફોટોમાં તે પિચ પાસે ઊભી છે. તેણે ક્રિકેટ ગ્લવ્ઝ અને હેલ્મેટ પહેર્યાં છે. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને તાપસીએ કૅપ્શન આપી હતી કે ‘સ્માઇલ ઑન, સ્પિરિટ્સ હાઈ, પિચ સેટ.’

હનીમૂન-ટાઇમ

દિયા મિર્ઝા હસબન્ડ વૈભવ રેખી સાથે મૉલદીવ્સમાં હનીમૂન મનાવી રહી છે. ત્યાંના ફોટો દિયાએ શૅર કર્યા છે. દિયાએ ૧૫ ફેબ્રુઆરીએ વૈભવ સાથે લગ્ન કરી લીધાં હતાં. ઇન્સ્ટાગ્રામ પર દિયાએ કૅપ્શન આપી હતી કે ‘હિંદ મહાસાગરમાં અમે આવી પહોંચ્યાં છીએ, જે અમારા માટે સ્વર્ગ સમાન છે. અહીંની હૉસ્પિટાલિટી પ્રશંસનીય છે. અહીં દરેક પળને એન્જૉય કરું છું.’

પત્ની સુનીતાને એક કરોડની કાર ગિફ્ટ કરી અનિલ કપૂરે

અનિલ કપૂરે વાઇફ સુનીતા કપૂરને તેના બર્થ-ડે નિમિત્તે અંદાજે એક કરોડની મર્સિડીઝ બેન્ઝ જીએલએસ એસયુવી ગિફ્ટ કરી છે. આ કાર તેમના ઘર પાસે પાર્ક કરવામાં આવી છે. લોકો આ મોંઘાદાટ કારને જોવા માટે એકઠા થઈ રહ્યા છે અને એનો ફોટો પણ ક્લિક કરી રહ્યા છે. સ્વાભાવિક છે કે હસબન્ડ પાસેથી આવી સરપ્રાઇઝ ગિફ્ટ મેળવીને સુનીતા ખુશ જ હોય. તેનો બર્થ-ડે પચીસ માર્ચે હતો.

‘તેજસ’ માટે જેસલમેર પહોંચી કંગના રનોટ

કંગના રનોટ ‘તેજસ’ના શૂટિંગ માટે જેસલમેર પહોંચી છે. તેણે ફોટો શૅર કર્યો છે. ફોટોમાં તેણે સાડી પહેરી છે અને ભગવાન સામે હાથ જોડીને ઊભી છે. ‘તેજસ’નું શૂટિંગ રાજસ્થાનમાં શરૂ થાય એ પહેલાં દિલ્હીમાં શૂટિંગ કરવામાં આવ્યું હતું. સર્વેશ મેવાડાના ડિરેક્શન હેઠળ બની રહેલી આ ફિલ્મમાં કંગના ઇન્ડિયન ઍરફોર્સ પાઇલટની ભૂમિકામાં જોવા મળશે. ફોટો ટ્વિટર પર શૅર કરીને કંગનાએ ટ્વીટ કર્યું હતું કે ‘હું ખૂબ જ ઓછા સમય માટે ઘરે આવી હતી. હવે ‘તેજસ’ના શૂટિંગ માટે જેસલમેર આવી છું. દરેક ઠેકાણે કોવિડના કેસમાં વધારો થઈ રહ્યો છે. દરેકના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરું છું. સાથે જ ‘થલાઇવી’ના ટ્રેલર માટે લોકોએ જે પ્રકારે પ્રેમ અને ઉદારતા દેખાડ્યાં છે એ બદલ સૌનો આભાર.’

bollywood news bollywood bollywood gossips dia mirza anil kapoor kangana ranaut