ટોટલ ટાઇમપાસ : શાહરુખની ‘ડંકી’ની થઈ શરૂઆત

13 May, 2022 01:35 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઑગસ્ટમાં ‘દોબારા’; લદ્દાખમાં વર્કઆઉટ અને વધુ સમાચાર

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

શાહરુખની ‘ડંકી’ની થઈ શરૂઆત

રાજકુમાર હીરાણીની ‘ડંકી’નું શૂટિંગ શાહરુખ ખાને શરૂ કર્યું છે. આ ફિલ્મમાં તેની સાથે તાપસી પન્નુ પણ જોવા મળશે. ફિલ્મને શાહરુખનું રેડ ​​​​ચિલીઝ ​​એન્ટરટેઇનમેન્ટ પ્રોડ્યુસ કરી રહ્યું છે. સેટ પરનો ફોટો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. ફોટોમાં અન્ય ટીમ મેમ્બર્સ સાથે શાહરુખ અને રાજકુમાર હીરાણી દેખાય છે. આ ફોટો સામે આવતાં જ શાહરુખના ફૅન્સ ખાસ્સા ઉત્સાહમાં આવ્યા છે. આ ફિલ્મ આવતા વર્ષે ૨૨ ડિસેમ્બરે રિલીઝ થવાની છે.

 

નીતુ કપૂર સાથે ડાન્સ કરવો લાઇફટાઇમની મેમરી છે : રણવીર

રણવીર સિંહનું કહેવું છે કે નીતુ કપૂર સાથે ડાન્સ કરવો એક લાઇફટાઇમ મેમરી છે. તે કલર્સના ‘ડાન્સ દીવાને જુનિયર્સ’માં તેની ‘જયશેભાઈ જોરદાર’ને પ્રમોટ કરવા ગયો હતો. આ શોને નીતુ કપૂર જજ કરી રહી છે. નીતુ કપૂર સાથે તેણે રિશી કપૂરના ગીત ‘એક મૈં ઔર એક તૂ’ પર ડાન્સ કર્યો હતો. તેમની સાથે ડાન્સ કરવા વિશે રણવીરે કહ્યું હતું કે ‘હું ખૂબ જ મોટો રિશી કપૂરનો ફૅન છું. આ ડાન્સ મારા માટે હંમેશાં સ્પેશ્યલ રહેશે. મારા માટે આ ડાન્સ લાઇફટાઇમની મેમરી બનીને રહેશે.’

 

‘પાઉટ’ મોમેન્ટ

કરીના કપૂર ખાન અને જયદીપ અહલાવતે ‘પાઉટ’ મોમેન્ટ એન્જૉય કરી હતી. આ બન્ને સુજૉય ઘોષની અનટાઇટલ્ડ વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટ​ફ્લિક્સની ફિલ્મમાં કામ કરી રહ્યા છે. એમાં વિજય વર્મા પણ લીડ રોલમાં જોવા મળશે. આ બન્નેએ હાથમાં ક્લૅપબોર્ડ પકડીને પાઉટ કરતો ફોટો શૅર કર્યો હતો. કરીના પાઉટ કરવામાં એક્સપર્ટ છે, પરંતુ જયદીપ માટે આ પહેલી વખત હતું. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કરીનાએ કૅપ્શન આપી હતી, ‘એક ઉત્કૃષ્ટ અભિનેતા પાસે સૌથી અઘરું કામ પાઉટ કરાવ્યું છે. એકબીજા પાસેથી ઘણુંબધું શીખવાનું છે.’ આ જ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને જયદીપે કૅપ્શન આપી હતી, ‘બેસ્ટ વ્યક્તિ પાસેથી પાઉટ શીખવા માટે ખૂબ સમર્પણ દેખાડ્યું અને હું એમાં ખરાબ રીતે નિષ્ફળ રહ્યો. કામનો એક દિવસ પસાર થઈ ગયો. બેબો સાથે હવે ખૂબ લાંબી જર્ની પસાર કરવાની છે.’

 

લદ્દાખમાં વર્કઆઉટ

ક્રિતી સૅનન ફિટનેસને પ્રાથમિકતા આપતાં લદ્દાખમાં વર્કઆઉટ કરતી જોવા મળી હતી. તે ‘ગનપત’ના શૂટિંગ માટે લદ્દાખ પહોંચી છે અને ત્યાં પહોંચતાં જ કુદરતી વાતાવરણનો આનંદ ઉઠાવતાં વર્કઆઉટ કરવા લાગી હતી. આ વર્કઆઉટની ખાસ વાત એ છે કે તેના હાથમાં ડમ્બેલની જગ્યાએ મોટો પથ્થર છે. આ વર્કઆઉટનો નાનકડો વિડિયો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને ક્રિતી સૅનને કૅપ્શન આપી હતી, વર્કઆઉટ કરવા માટે જિમની કોને જરૂર છે?

 

ઑગસ્ટમાં ‘દોબારા’

અનુરાગ કશ્યપ અને તાપસી પન્નુની ‘દોબારા’ને હવે ૧૯ ઑગસ્ટે રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મને એકતા કપૂર અને અનુરાગ કશ્યપે પ્રોડ્યુસ કરી છે. અનુરાગ અને તાપસી આ ફિલ્મમાં ત્રીજી વાર સાથે કામ કરી રહ્યાં છે. તાપસીની સાથે આ ફિલ્મમાં પવૈલ ગુલાટી પણ કામ કરી રહ્યો છે. તેમણે અગાઉ ‘થપ્પડ’માં સાથે કામ કર્યું હતું. અનુરાગ પહેલી વાર થ્રિલરને અલગ રીતે બનાવી રહ્યો છે. આથી ફિલ્મને લઈને ઘણી રાહ જોવાઈ રહી છે. ફિલ્મની રિલીઝ ડેટ હાલમાં જ જાહેર કરવામાં આવી છે જે ૧૯ ઑગસ્ટ છે.

 

‘પુષ્પા : ધ રૂલ’ને ગ્રૅન્ડ બનાવવા માટે વિવિધ ઇન્ડસ્ટ્રીના ઍક્ટર્સને કરવામાં આવશે પસંદ?

અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાનાની ‘પુષ્પા : ધ રાઇઝ’ હિટ થયા બાદ સીક્વલને વધુ ગ્રૅન્ડ બનાવવા માટે એમાં ઇન્ડિયાની વિવિધ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઍક્ટર્સને પસંદ કરવાનું પ્લાનિંગ છે. ‘પુષ્પા : ધ રાઇઝ’ને ભારતભરમાં ખૂબ જ પસંદ કરવામાં આવી છે. આ ફિલ્મને વધુ ગ્રૅન્ડ બનાવવા અને વધુ લોકો સુધી પહોંચાડવા માટે ડિરેક્ટર સુકુમાર ઇન્ડિયાની વિવિધ રીજનલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકોને પસંદ કરવા માગે છે. આ માટે પ્લાનિંગ ચાલી રહ્યું છે અને એ જો પાર પડ્યું તો આ ફિલ્મમાં ઘણા ઍક્ટર્સ પહેલી વાર સાથે કામ કરતા જોવા મળશે.

entertainment news bollywood bollywood news bollywood gossips