નવજાત દીકરા સાથે પહેલો ફોટો શૅર કર્યો કરીનાએ

09 March, 2021 12:38 PM IST  |  Mumbai | Mumbai correspondent

નવજાત દીકરા સાથે પહેલો ફોટો શૅર કર્યો કરીનાએ

નવજાત દીકરા સાથે પહેલો ફોટો શૅર કર્યો કરીનાએ

કરીના કપૂર ખાને ગઈ કાલે વિમેન્સ ડે હોવાથી તેના નવજાત દીકરાનો ફોટો શૅર કર્યો હતો. જોકે આ ફોટોમાં તેનો ચહેરો નથી દેખાઈ રહ્યો. ફોટો શૅર કરીને કરીનાએ કૅપ્શન આપી હતી કે ‘એવું કંઈ નથી જે મહિલાઓ ન કરી શકે. દરેકને હૅપી વિમેન્સ ડે.’

સાઇના નેહવાલને સ્ક્રીન પર રજૂ કરવાની ખૂબ મોટી જવાબદારી છે : પરિણીતી ચોપડા

પરિણીતી ચોપડાનું કહેવું છે કે સાઇના નેહવાલને સ્ક્રીન પર રજૂ કરવી એ ખૂબ જ મોટી જવાબદારી છે. સાઇના નેહવાલની બાયોપિક ‘સાઇના’માં પરિણીતીએ કામ કર્યું છે. આ ફિલ્મમાં પહેલાં શ્રદ્ધા કપૂર હતી. જોકે તેણે ફિલ્મ છોડતાં પરિણીતીને પસંદ કરવામાં આવી હતી. આ વિશે પરિણીતીએ કહ્યું હતું કે ‘સાઇના નેહવાલને સ્ક્રીન પર રજૂ કરવી એ ખૂબ જ મોટી જવાબદારી છે. તે એક લેજન્ડ છે અને લોકો મને સ્ક્રીન પર જોઈને કેવું રીઍક્શન આપશે એને જોઈને મને ખૂબ જ ડર લાગી રહ્યો છે.’

પારસ છાબરા સાથે ગીતનું શૂટિંગ કર્યું રુબીના દિલૈકે

રુબીના દિલૈકે હાલમાં જ પારસ છાબરા સાથે એક વિડિયો સૉન્ગનું શૂટિંગ કર્યું છે. આ ગીતનો તેણે બિહાઇન્ડ ધ સીન ફોટો પણ શૅર કર્યો છે. ‘બિગ બૉસ 14’માં રુબીના જોવા મળી હતી અને ‘બિગ બૉસ 13’માં પારસ જોવા મળ્યો હતો. પારસ પણ ‘બિગ બૉસ 14’માં દેવોલીના ભટ્ટાચારજીનો સપોર્ટર બનીને આવ્યો હતો, પરંતુ તે હંમેશાં રુબીનાને સપોર્ટ કરતો જોવા મળ્યો હતો. તેઓ હાલમાં જ એક ગીતનું શૂટિંગ કરી રહ્યાં હતાં અને એનો ફોટો શૅર કરીને રુબીનાએ કૅપ્શન આપી હતી કે ‘ફરી આવીને ખુશી થઈ રહી છે. ખૂબ જ સ્પેશ્યલ લઈને આવી રહ્યાં છીએ.’

વિમેન્સ ડેની સાથે રિયાનું સોશ્યલ મીડિયામાં કમબૅક

રિયા ચક્રવર્તીએ વિમેન્સ ડે હોવાથી ગઈ કાલે સોશ્યલ મીડિયામાં કમબૅક કર્યું હતું. સુશાંત સિંહ રાજપૂતના સુસાઇડ કેસમાં તેનું નામ આવ્યું હતું. જેલમાંથી જામીન પર તે બહાર આવી હતી અને ત્યાર બાદ મહિનાઓ પછી તે સોશ્યલ મીડિયા પર આવી હતી. રિયાએ એક ફોટો શૅર કર્યો છે જેમાં તેણે તેની મમ્મીનો હાથ પકડ્યો છે. આ ફોટો શૅર કરીને રિયાએ કૅપ્શન આપી હતી કે ‘આપણને બધાને વિમેન્સ ડેની શુભેચ્છા. મમ્મી અને હું. હંમેશાં સાથે. મારી તાકાત, મારો વિશ્વાસ, મારી હિમ્મત - મારી મા.’મુંબઈ : (આઇ.એ.એન.એસ.) રિયા ચક્રવર્તીએ વિમેન્સ ડે હોવાથી ગઈ કાલે સોશ્યલ મીડિયામાં કમબૅક કર્યું હતું. સુશાંત સિંહ રાજપૂતના સુસાઇડ કેસમાં તેનું નામ આવ્યું હતું. જેલમાંથી જામીન પર તે બહાર આવી હતી અને ત્યાર બાદ મહિનાઓ પછી તે સોશ્યલ મીડિયા પર આવી હતી. રિયાએ એક ફોટો શૅર કર્યો છે જેમાં તેણે તેની મમ્મીનો હાથ પકડ્યો છે. આ ફોટો શૅર કરીને રિયાએ કૅપ્શન આપી હતી કે ‘આપણને બધાને વિમેન્સ ડેની શુભેચ્છા. મમ્મી અને હું. હંમેશાં સાથે. મારી તાકાત, મારો વિશ્વાસ, મારી હિમ્મત - મારી મા.’

bollywood bollywood news bollywood ssips kareena kapoor