ટોટલ ટાઇમપાસ: પાકિસ્તાની સિંગર રાહત ફતેહ અલી ખાનને દુબઈમાં અરેસ્ટ કર્યો હોવાની અફવા

23 July, 2024 12:30 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શ્રદ્ધા કપૂરનો રેડ લુક અને સ્માઇલ કેર વર્તાવી રહ્યા છે; વાઇફ માન્યતાને મા કહીને બર્થ-ડે વિશ કર્યું સંજય દત્તે અને વધુ સમાચાર

રાહત ફતેહ અલી ખાન

પાકિસ્તાની સિંગર રાહત ફતેહ અલી ખાનને દુબઈમાં અરેસ્ટ કર્યો હોવાની ચર્ચા ચાલી રહી છે. જોકે આ માત્ર અફવા છે. રાહત ફતેહ અલી ખાને પોતે ઇન્સ્ટાગ્રામ પર વિડિયો શૅર કરીને આ વાત કહી છે. હાલમાં એવી સમાચાર ચાલી રહ્યા છે કે તેમના મૅનેજરે બદનક્ષીનો દાવો કર્યો છે આથી દુબઈ પોલીસે તેને સવાલ-જવાબ કરવા માટે અરેસ્ટ કર્યો હતો. આ વિશે રાહત ફતેહ અલી ખાન કહે છે, ‘હું દુબઈમાં મારા કેટલાક સૉન્ગને રેકૉર્ડ કરવા માટે આવ્યો છું. બધું બરાબર છે, અફવાઓ પર ધ્યાન નહીં આપો. મારા દુશ્મનો જે કહી રહ્યા છે એમાં કોઈ સત્ય નથી. હું બહુ જલદી ઘરે પાછો ફરીશ અને બહુ જલદી ઘણાં હિટ સૉન્ગ્સ પણ આપીશ. દુનિયાભરના મારા ચાહકોને વિનંતી કરું છું કે આવી અફવાઓ પર ધ્યાન ન આપે. મારા ફૅન્સ જ મારી ખરી તાકાત છે.’

વસ્તુઓને રીસાઇકલ કરવાની કળા મમ્મી પાસેથી શીખી છે ભૂમિ

ભૂમિ પેડણેકર ૧૮ જુલાઈએ ૩૫ વર્ષની થઈ છે. તેના બર્થ-ડે નિમિત્તે ફ્રેન્ડ્સ અને ફૅન્સ પાસેથી તેને અનેક ગિફ્ટ્સ અને ફ્લાવર્સ મળ્યાં હતાં. એ ફ્લાવર્સને તે ઘરમાં વ્યવસ્થિત ગોઠવી રહી છે. તેનું કહેવું છે કે તેની મમ્મીને દરેક વસ્તુને રીયુઝ અને રીસાઇકલ કરવાની ટેવ છે. આ જ આદત તેની અંદર પણ છે. એથી તે બર્થ-ડેમાં મળેલાં ફ્લાવર્સને ઘરમાં સજાવી રહી છે. એનો વિડિયો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને ભૂમિએ કૅપ્શન આપી, ‘હું મારી મમ્મીની જેમ કામ કરવા લાગી છું. બાળપણથી અમે જોતા આવ્યા છીએ કે કઈ રીતે તે વસ્તુઓને રીયુઝ, રીસાઇકલ અને અપસાઇકલ કરતી આવી છે. આ સુંદર ફૂલોને વેસ્ટ શું કામ કરવાં એથી એ જ વસ્તુ હું હવે કરી રહી છું.’

શ્રદ્ધા કપૂરનો રેડ લુક અને સ્માઇલ કેર વર્તાવી રહ્યા છે

શ્રદ્ધા કપૂરે તેનો નવો લુક ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો હતો. તે રેડ આઉટફિટમાં ગૉર્જિયસ, સ્ટા​ઇલિશ અને બ્યુટિફુલ દેખાઈ રહી છે. તેનું સ્માઇલ તેની સુંદરતામાં વધારો કરી રહ્યું છે. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને શ્રદ્ધા કપૂરે કૅપ્શન આપી, દુનિયા મેં સબસે બેસ્ટ લાલ ચીઝ કૌન સી હૈ? 

આ છે ધ બ્લફનો પ્રિયંકાનો લુક

પ્રિયંકા ચોપડા જોનસ ઑસ્ટ્રેલિયામાં હૉલીવુડની ફિલ્મ ‘ધ બ્લફ’નું શૂટિંગ કરી રહી છે. એ ફિલ્મમાં તે પાઇરેટના રોલમાં જોવા મળવાની છે. ફિલ્મના સેટ પરનો તેનો લુક સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. એ ફોટોમાં તે શિપ પર ઊભેલી છે અને લડવા માટે પૂરી રીતે તૈયાર હોય એવું દેખાય છે. એમાં પણ તેની જે હેરસ્ટાઇલ છે એ સૌથી વધુ ધ્યાન ખેંચે છે. તેનો લુક ૧૯મી સદીના કૅરિબિયન પાઇરેટનો છે. ફિલ્મમાં દેખાડવામાં આવશે કે કઈ રીતે તે પોતાના પરિવારની રક્ષા કરે છે. 

વાઇફ માન્યતાને મા કહીને બર્થ-ડે વિશ કર્યું સંજય દત્તે

સંજય દત્તની વાઇફ માન્યતા દત્ત ગઈ કાલે ૪૫ વર્ષની થઈ હતી. માન્યતાને બર્થ-ડે વિશ કરતાં સંજય દત્તે તેની સાથેના કેટલાક ફોટો શૅર કર્યા હતા. એ ફોટોમાં એક ફૅમિલી ફોટો પણ હતો જેમાં સંજય દત્ત અને માન્યતાનાં ટ્‍વિન્સ ઇકરા અને શાહરાન પણ છે. ફોટોમાં બાળકો સાથે હોવાથી તેમના વતી માન્યતાને બર્થ-ડે વિશ કરતાં સંજય દત્તે કૅપ્શનમાં તેને મા પણ કહી હતી. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સંજય દત્તે કૅપ્શન આપી, ‘હૅપી બર્થ-ડે મૉમ. તને અતિશય ખુશી, સફળતા અને શાંતિ મળે. મારી લાઇફમાં તારી હાજરી, તારા સપોર્ટ અને તારી સ્ટ્રેન્ગ્થથી હું ધન્ય છું. હું નસીબદાર છું કે તું મારી વાઇફ છે. થૅન્ક યુ મા. તું મારા પડખે ઊભી રહી છે. ફરી એક વખત હૅપી બર્થ-ડે. લવ યુ.’

‘બૅડ ન્યુઝ’ વિકી કૌશલ માટે ગુડ ન્યુઝ લઈને આવી : ત્રણ દિવસમાં ફિલ્મે કર્યો ૩૦.૬૨ કરોડનો બિઝનેસ

વિકી કૌશલની ‘બૅડ ન્યુઝ’ તેના માટે ગુડ ન્યુઝ સાબિત થઈ છે. શુક્રવારે રિલીઝ થયેલી આ ફિલ્મના કલેક્શનમાં રવિવારે વધારો થયો હતો. આ રોમૅન્ટિક-કૉમેડી લોકોને ખૂબ ગમી રહી છે. કરણ જોહરે પ્રોડ્યુસ કરેલી આ ફિલ્મમાં નેહા ધુપિયા, તૃપ્તિ ડિમરી અને એમી વિર્ક લીડ રોલમાં છે. વિકી કૌશલે રાતના શોમાં થિયેટરમાં જઈને લોકોને સરપ્રાઇઝ પણ આપી હતી. ફિલ્મના ત્રણ દિવસના કલેક્શન પર નજર નાખીએ તો શુક્રવારે ફિલ્મે ૮.૬૨ કરોડ રૂપિયા, શનિવારે ૧૦.૫૫ કરોડ અને રવિવારે ૧૧.૪૫ કરોડની સાથે કુલ મળીને ૩૦.૬૨ કરોડ રૂપિયાનો વકરો કરી લીધો છે. 

entertainment news bollywood bollywood news rahat fateh ali khan priyanka chopra vicky kaushal tripti dimri box office manyata dutt sanjay dutt shraddha kapoor bhumi pednekar