રિપોર્ટ નેગેટિવ છતાં ક્વૉરન્ટીન આલિયા

10 March, 2021 11:14 AM IST  |  Mumbai | Mumbai correspondent

રિપોર્ટ નેગેટિવ છતાં ક્વૉરન્ટીન આલિયા

રિપોર્ટ નેગેટિવ છતાં ક્વૉરન્ટીન આલિયા

સંજય લીલા ભણસાલી પૉઝિટિવ આવતાં આલિયા ભટ્ટે પણ ટેસ્ટ કરાવી હતી જે નેગેટિવ આવી છે. સંજય લીલા ભણસાલી કોરોના પૉઝિટિવ થતાં તેમની ‘ગંગુબાઈ કાઠિયાવાડી’નું શૂટિંગ અટકી ગયું છે. હુસેન ઝૈદીની બુક ‘માફિયા ક્વીન્સ ઑફ મુંબઈ’ના એક ચૅપ્ટર પરથી આ ફિલ્મ બનાવવામાં આવી રહી છે. ૧૯૬૦ના દાયકામાં કામાઠીપુરામાં ગંગુબાઈ કાઠિયાવાડીનું રાજ હતું. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ ગંગુબાઈનું પાત્ર ભજવી રહી છે. સંજય લીલા ભણસાલી હાલમાં તેમની ઑફિસમાં ક્વૉરન્ટીન થયા હોવાની ચર્ચા ચાલી રહી છે. તેમની મમ્મીએ પણ કોરોનાની ટેસ્ટ કરાવી છે. તેમની સાથે આલિયાએ પણ ટેસ્ટ કરાવી છે અને રિપોર્ટ નેગેટિવ આવ્યો છતાં પોતાને ક્વૉરન્ટીન કરી લીધી છે. ફિલ્મના તમામ કાસ્ટ અને ક્રૂની પણ કોરોના-ટેસ્ટ કરવામાં આવી રહી છે.

રણબીર કોવિડ પૉઝિટિવ આવ્યો છે : નીતુ કપૂર

નીતુ કપૂરનું કહેવું છે કે તેમનો દીકરો રણબીર કપૂર કોવિડ-19 પૉઝિટિવ આવ્યો છે. તે હાલમાં ઘરે ક્વૉરન્ટીન છે અને ટ્રીટમેન્ટ લઈ રહ્યો છે. નીતુ કપૂર ડિસેમ્બરમાં જ્યારે ચંડીગઢમાં ‘જુગ જુગ જિયો’નું શૂટિંગ કરી રહી હતી ત્યારે તેઓ પણ પૉઝિટિવ થયાં હતાં. જોકે રણબીર હાલમાં પૉઝિટિવ થતાં તેની ‘બ્રહ્માસ્ત્ર’નું શૂટિંગ અટકી ગયું છે. રણબીરનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને નીતુ કપૂરે કૅપ્શન આપી હતી કે ‘તમે વ્યક્ત કરેલી ચિંતા અને પ્રાર્થના બદલ આભાર. રણબીરનો કોવિડ-19નો ટેસ્ટ-રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે. તે હાલમાં ટ્રીટમેન્ટ લઈ રહ્યો છે અને સારી રિકવરી આવી રહી છે. તે ઘરમાં સેલ્ફ-ક્વૉરન્ટીન છે અને દરેક નિયમનું પાલન કરી રહ્યો છે.’

વાણીની બૉડી પર ફિદા થઈ આલિયા

વાણી કપૂરે હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર તેનો ફોટો શૅર કર્યો છે જે આલિયા ભટ્ટને ખૂબ જ પસંદ પડ્યો છે. તે યલો કટઆઉટ ડ્રેસમાં જોવા મળી રહી છે. આ ફોટો પર આલિયા ભટ્ટ, ડાયના પેન્ટી સહિત ઘણી સેલિબ્રિટીએ લાઇક્સ અને કમેન્ટ પણ કરી હતી. આ ફોટો પર આલિયાએ કમેન્ટમાં બૉડી લખીને ઘણીબધી ફાયર ઇમોજીનો ઉપયોગ કર્યો હતો.

વર્ક ઇન પ્રોગ્રેસ

કાર્તિક આર્યને હાલમાં એક ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો છે. આ ફોટોમાં તે જિમમાં કસરત કરતો દેખાઈ રહ્યો છે. આ બ્લૅક ઍન્ડ વાઇટ ફોટો પરથી લાગી રહ્યું છે કે તે તેની આગામી ફિલ્મ માટે બૉડી બનાવી રહ્યો છે. આ ફોટો શૅર કરીને કાર્તિકે કૅપ્શન આપી હતી, વર્ક ઇન પ્રોગ્રેસ.

પરેશ રાવલ અને અનુપમ ખેરે લીધી વૅક્સિન

પરેશ રાવલ અને અનુપમ ખેરે હાલમાં જ કોરોનાની વૅક્સિન લીધી છે. ૬૫ વર્ષના પરેશ રાવલે વૅક્સિનનો ફોટો ટ્વિટર પર શૅર કર્યો છે, જેમાં તેઓ વિક્ટરીની સાઇન આપતા જોવા મળી રહ્યા છે. ૬૬ વર્ષના અનુપમ ખેરે પણ વૅક્સિન લેતો વિડિયો સોશ્યલ મીડિયા પર શૅર કરીને ડૉક્ટર અને નર્સનો આભાર માન્યો હતો. ફોટો શૅર કરીને પરેશ રાવલે ટ્વીટ કર્યું હતું કે ‘વી ફોર વૅક્સિન. ડૉક્ટર્સ, નર્સિસ, ફ્રન્ટલાઇન હેલ્થકૅર વર્કર્સ અને સાયન્ટિસ્ટનો હું આભાર માનું છું. આભાર નરેન્દ્ર મોદીજી.’

રૂહી માટે ઘણા લુક ટેસ્ટ કર્યા હતા જાહ્‍નવી

જાહ્‍નવી કપૂરે તેના ભૂતના પાત્ર માટે ઘણા લુક ટેસ્ટ કર્યા હતા. ‘રૂહી’ને હાર્દિક મહેતાએ ડિરેક્ટ કરી છે જેણે જાહ્‍નવીના પાત્ર માટે ઘણા લુક ટેસ્ટ કર્યા હતા. આ માટે જાહ્‍નવીએ દસ લુક ટેસ્ટ કર્યા હોવાની ચર્ચા પણ છે. આ વિશે હાર્દિકે કહ્યું હતું કે ‘પ્રોસ્થેટિક્સ અને વિઝ્યુઅલ ઇફેક્ટ્સ બન્નેને ધ્યાનમાં રાખીને અમે જાહ્‍નવી માટે ઘણા લુક ટેસ્ટ કર્યા હતા. જાહ્‍નવીના ચહેરા પર જેવું પ્રોસ્થેટિક્સ લગાવવામાં આવતું કે તરત જ તેના પાત્રને લઈને તેની બૉડી લૅન્ગ્વેજ અને અવાજમાં બદલાવ જોવા મળતો હતો અને એનાથી હું ખૂબ જ સરપ્રાઇઝ થયો હતો.’

bollywood bollywood news bollywood ssips alia bhatt sanjay leela bhansali