29 April, 2025 07:02 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જૅકલિન ફર્નાન્ડિસ અને સુકેશ ચંદ્રશેખર
જૅકલિન ફર્નાન્ડિસ અને મહાઠગ સુકેશ ચંદ્રશેખરની રિલેશનશિપ હંમેશાં ચર્ચામાં રહી છે. જેલમાં રહીને પણ સુકેશ હંમેશાં જૅકલિન વિશે કોઈ ને કોઈ સ્ટેટમેન્ટ આપતો રહે છે. સુકેશના કૌભાંડના મામલામાં જૅકલિનનું નામ પણ સંડોવાયું હતું. હવે સમાચાર મળ્યા છે કે સુકેશ ચંદ્રશેખર પર એક ડૉક્યુ-સિરીઝ પણ બનવાની છે. એક ટોચનું OTT પ્લૅટફૉર્મ આ સિરીઝ બનાવવાનું છે અને આમાં સક્રિય રોલ ભજવવા માટે જૅકલિનનો સંપર્ક પણ કરવામાં આવ્યો છે.
રિપોર્ટ પ્રમાણે આ ડૉક્યુ-સિરીઝમાં મેકર્સ સુકેશની સંડોવણીવાળા કથિત લૉટરી-ગોટાળાની શરૂઆતથી માંડીને લક્ઝરી ગિફ્ટ એક્સ્ટૉર્શન સુધીનો તમામ ઘટનાક્રમ આવરી લેવાનો પ્લાન છે. આ મામલામાં OTTની જવાબદાર વ્યક્તિએ જૅકલિનનો સંપર્ક કર્યો છે. આ સિરીઝ સાથે સંકળાયેલી વ્યક્તિએ માહિતી આપી છે કે એકમાત્ર જૅકલિન એવી ઍક્ટ્રેસ છે જે જાણે છે કે હકીકતમાં શું થયું હતું અને એ વાર્તાને વધારે અસરદાર બનાવી શકે છે.
ઠગ સુકેશ ચંદ્રશેખર અને જૅકલિનના ડેટિંગના સમાચાર વાઇરલ બન્યા હતા, પણ જૅકલિને હંમેશાં આ વાતનો ઇનકાર કર્યો છે. સુકેશે જણાવ્યું હતું કે તેણે જૅકલિન સિવાય નિકી તંબોલી, ચાહત ખન્ના અને નોરા ફતેહીને પણ મોંઘીદાટ ગિફ્ટ આપી હતી.
જૅકલિનને સુકેશ તરફથી મળેલી ગિફ્ટ્સ
રિપોર્ટ પ્રમાણે જૅકલિનને તેના કહેવાતા બૉયફ્રેન્ડ સુકેશ તરફથી અનેક મોંઘીદાટ ગિફ્ટ મળી છે, જેનું લિસ્ટ નીચે પ્રમાણે છે: