ઇન્ડસ્ટ્રીમાં રહેવા મેન્ટલી અને ફિઝિકલી ફિટ રહેવું જરૂરી છે : અજય દેવગન

23 November, 2021 02:34 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘તાન્હાજી : ધ અનસંગ વૉરિયર’એ મારી કરીઅરમાં ચાર ચાંદ લગાવી દીધા છે. આ બે ફિલ્મોની વચ્ચે મેં ઘણી સિદ્ધિઓ મેળવી છે અને ભૂલો કરી છે. જોકે હું ભૂતકાળની સિદ્ધિઓ પર ફોકસ નથી કરતો, હું આગળ વધવામાં માનું છું.’

અજય દેવગન (ફાઇલ તસવીર)

અજય દેવગનનું કહેવું છે કે ઇન્ડસ્ટ્રીમાં વર્ષો સુધી ટકી રહેવા માટે મેન્ટલી અને ફિઝિકલી ફિટ રહેવું ખૂબ જ જરૂરી છે. તેણે ૧૯૯૧ની ૨૨ નવેમ્બરે ‘ફૂલ ઔર કાંટેં’ દ્વારા બોલીવુડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મને હવે ૩૦ વર્ષ થયાં છે. બૉલીવુડમાં ૩૦ વર્ષ સુધી ટકી રહેવા વિશે અજય દેવગને કહ્યું હતું કે ‘એવું કહેવાય છે કે ફિટ વ્યક્તિ વધુ સર્વાઇવ કરી શકે છે. બૉલીવુડમાં ૩૦ વર્ષ સુધી ટકી રહેવા માટે મેન્ટલી અને ફિઝિકલી ફિટ રહેવું ખૂબ જ જરૂરી છે અને એમાં પણ એક પણ બ્રેક ન લેવો. મને નથી ખબર કે મારી ફિલ્મોમાં એવું તો શું હતું કે મારી દુનિયા બદલાઈ ગઈ. સિનેમાની દરેક વસ્તુ ખૂબ જ સારી અને આનંદપ્રદ છે. ઇમોશનથી લઈને ટેક્નૉલૉજી સુધી સિનેમામાં દરેક વસ્તુનો વિકાસ થઈ રહ્યો છે અને એ માટેની મારી ભૂખ ક્યારેય સંતોષાય એમ નથી. ‘ફૂલ ઔર કાંટેં’ પર મને ગર્વ છે, કારણ કે એણે મને જન્મ આપ્યો છે અને ‘તાન્હાજી : ધ અનસંગ વૉરિયર’એ મારી કરીઅરમાં ચાર ચાંદ લગાવી દીધા છે. આ બે ફિલ્મોની વચ્ચે મેં ઘણી સિદ્ધિઓ મેળવી છે અને ભૂલો કરી છે. જોકે હું ભૂતકાળની સિદ્ધિઓ પર ફોકસ નથી કરતો, હું આગળ વધવામાં માનું છું.’

bollywood news bollywood bollywood gossips entertainment news ajay devgn