‘હીરોપંતી 2’નું પહેલું શેડ્યુલ પૂરું કર્યું ટાઇગરે

09 April, 2021 12:26 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફિલ્મના સેટનો ટાઇગરનો ફોટો હાલમાં જ સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે

ટાઇગર શ્રોફ

ટાઇગર શ્રોફે તેની ‘હીરોપંતી 2’નું પહેલું શેડ્યુલ થયું પૂરું છે. આ ફિલ્મનું શૂટિંગ મુંબઈમાં ચાલી રહ્યું હતું જે પૂરું થયું છે. આ ફિલ્મના સેટનો ટાઇગરનો ફોટો હાલમાં જ સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે. આ ફિલ્મને અહમદ ખાન ડિરેક્ટ કરી રહ્યો છે. તેણે એને ખૂબ જ સીક્રેટલી રાખ્યું હતું અને બે અઠવાડિયાંમાં શેડ્યુલ પૂરું પણ કરી નાખ્યું છે. આ ફિલ્મને સાજિદ નડિયાદવાલાએ પ્રોડ્યુસ કરી છે. ‘હીરોપંતી’માં ટાઇગરની સાથે ક્રિતી સૅનને કામ કર્યું હતું, પરંતુ ‘હીરોપંતી 2’માં તારા સુતરિયા જોવા મળશે. આ ફિલ્મનું મ્યુઝિક એ. આર. રહમાન આપી રહ્યા છે.

entertainment news bollywood bollywood news upcoming movie heropanti tiger shroff