સલમાન ખાન જેવો વર્જિન છે ટાઇગર

03 August, 2021 10:02 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ટ્રોલિંગની જ્યારે વાત આવે ત્યારે નામ વગરના અને ચહેરા વગરના લોકો ગમે તે વિશે ગમે તે કહે એ ખૂબ જ સ્કેરી લાગે છે.’

ટાઇગર શ્રોફ

ટાઇગર શ્રોફનું કહેવું છે કે તે સલમાન ખાન જેવો વર્જિન છે. ટાઇગરે ૨૦૧૪માં ‘હીરોપંતી’ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. તે ઍક્શન હીરો તરીકે આજે જાણીતો થયો છે. તે આજે અરબાઝ ખાનના શો ‘પિન્ચ સીઝન 2’માં જોવા મળશે. ટ્રોલ વિશે વાત કરતાં ટાઇગરે કહ્યું હતું કે ‘મને યાદ છે કે મારી ફિલ્મ રિલીઝ થઈ હતી ત્યારે લોકો કહેતા હતા કે યે લડકા હૈ યા લડકી? લોકો મારા ચહેરા પર કમેન્ટ કરતા હતા અને મને છોકરી જેવો કહેતા હતા. ત્યાર બાદ લોકોએ મારી બૉડી જોઈ હતી. મારાં ઍક્શન દૃશ્યોને કારણે એક વર્ગ એવો હતો જેમણે મને પસંદ કર્યો હતો. મારા ફૅન્સ તરફથી મને જ્યાં સુધી પ્રેમ મળી રહ્યો છે ત્યાં સુધી મને કોઈ ફરક નથી પડતો. મેં બૉલીવુડમાં મારી પોતાની જગ્યા બનાવવાનું નક્કી કર્યું હતું. મેં મારો અલગ રસ્તો બનાવવાનું પસંદ કર્યું હતું. તમે જ્યારે પોતાના માટે રસ્તો બનાવો છો ત્યારે મુશ્કેલીઓ આવે છે, પરંતુ હું એ માટે તૈયાર છું. ટ્રોલિંગની જ્યારે વાત આવે ત્યારે નામ વગરના અને ચહેરા વગરના લોકો ગમે તે વિશે ગમે તે કહે એ ખૂબ જ સ્કેરી લાગે છે.’
વર્જિન છે કે નહીં એ વિશે પૂછતાં ટાઇગરે કહ્યું હતું કે ‘હું સલમાનભાઈની જેમ વર્જિન છું.’

bollywood news bollywood bollywood gossips entertainment news Salman Khan tiger shroff