‘સ્પાઇડર-મૅન’ની વધુ ત્રણ ફિલ્મ પાઇપલાઇનમાં

01 December, 2021 02:55 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અમે ટૉમ હોલૅન્ડ અને માર્વલની સાથે વધુ સ્પાઇડર-મૅનની ફિલ્મ બનાવવા માટે તૈયાર છીએ. અમે વધુ ત્રણ ફિલ્મ બનાવવાની તૈયારી કરી રહ્યા છીએ.

‘સ્પાઇડર-મૅન’ની વધુ ત્રણ ફિલ્મ પાઇપલાઇનમાં

‘સ્પાઇડર-મૅન’ની વધુ ત્રણ ફિલ્મ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. માર્વલ સ્ટુડિયોમાં સ્પાઇડર-મૅનની એન્ટ્રી થયા બાદ બે ફિલ્મ રિલીઝ થઈ ગઈ છે અને હવે ત્રીજી ફિલ્મ ‘સ્પાઇડર-મૅન : નો વે હોમ’ને સોળ ડિસેમ્બરે રિલીઝ કરવામાં આવશે. સોનીની પ્રોડ્યુસર ઍમી પાસ્કલે આ વિશે કહ્યું હતું કે ‘આ અમારી માર્વલ સાથે છેલ્લી સ્પાઇડર-મૅન ફિલ્મ નથી. અમે ટૉમ હોલૅન્ડ અને માર્વલની સાથે વધુ સ્પાઇડર-મૅનની ફિલ્મ બનાવવા માટે તૈયાર છીએ. અમે વધુ ત્રણ ફિલ્મ બનાવવાની તૈયારી કરી રહ્યા છીએ. આ અમારી માર્વલ સિનેમૅટિક યુનિવર્સ સાથેની છેલ્લી ફિલ્મ નથી.’

bollywood news bollywood bollywood gossips entertainment news