વો ભી ક્યા દિન થે!

09 February, 2021 12:23 PM IST  |  Mumbai | Mumbai correspondent

વો ભી ક્યા દિન થે!

વો ભી ક્યા દિન થે!

અમિતાભ બચ્ચને ૪૨ વર્ષ પહેલાં જે સ્થાને ‘દીવાર’નું શૂટિંગ કર્યું હતું ત્યાં જ ફરીથી ‘મે ડે’નું શૂટિંગ કરીને પોતાની જૂની યાદોને તાજી કરી છે. એ ફિલ્મમાં અમિતાભ બચ્ચનના ભાઈના રોલમાં શશી કપૂર જોવા મળ્યા હતા. તેમણે પોલીસ-ઑફિસરનો રોલ ભજવ્યો હતો. ‘દીવાર’નો એક સીનનો ફોટો અને એ જ સ્થાને અમિતાભ બચ્ચન ઊભા છે. એ ફોટોને કોલાજ કરીને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અમિતાભ બચ્ચને કૅપ્શન આપી હતી કે ‘૧૯૭૫માં ‘દીવાર’... ૨૦૨૧માં ‘મે ડે’. જૂની યાદો તાજી થઈ ગઈ. એ જ કૉરિડોર... એ જ લોકેશન... મારી અનેક ફિલ્મોનું શૂટિંગ મેં અહીં જ કર્યું છે, પરંતુ આજે આ મારી નજર સામે આવી ગયું છે.’

bollywood bollywood news bollywood ssips amitabh bachchan entertainment news