બેકાર સોફ્ટવેર એન્જિનિયર શાકભાજી વેચવા મજબૂર, સોનુ સૂદે આપી નોકરી

28 July, 2020 05:05 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

બેકાર સોફ્ટવેર એન્જિનિયર શાકભાજી વેચવા મજબૂર, સોનુ સૂદે આપી નોકરી

સોનુ સૂદ, શાકભાજી વેચતી શારદા

કોરોના કાળ દરમ્યાન પ્રવાસી મજૂરોના હીરો બનેલા અભિનેતા સોનુ સૂદ (Sonu Sood)એ ફરી એકવાર સાબિત કર્યું છે કે તે રીયલ હીરો છે. તાજેતરમાં અભિનેતા વધુ એક જરૂરિયાતમંદની મદદે આવ્યો છે. આ વખતે તેણે એક બેકાર સોફ્ટવેર એન્જિનિયરને નોકરી અપાવી છે. હાલમાં જ એક ટ્વિટર યુઝરે સોનુને ટ્વીટ કરીને સોફ્ટવેર એન્જિનિયરની મદદ કરવાની અપીલ કરી હતી. સોનુ સૂદે તે યુઝરને સહેજ પણ નિરાશ ના કર્યો અને મદદ કરી હતી. લૉકડાઉનમાં શ્રમિકોની મદદ કર્યા બાદ અભિનેતા દરેક જરૂરિયાતમંદની મદદ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે.

ટ્વીટર યુઝરે શારદા નામની એક સોફ્ટવેર એન્જિનિયરનો વીડિયો શૅર કર્યો હતો. કોરોના વાયરસને કારણે દેશમાં લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું અને આ દરમિયાન શારદાને તેની કંપનીએ નોકરીમાંથી કાઢી મૂકી હતી. જોકે, શારદાએ હિમ્મત હાર્યા વગર પરિવારનું ગુજરાન ચલાવવા માટે શાકભાજી વેચવાનું શરૂ કરી દીધું હતું. યુઝરે સોનુ સૂદને શારદાને નોકરી અપાવવાની અપીલ કરી હતી અને કહ્યું હતું કે, સર પ્લીઝ જોજો...શારદાને કઈ રીતે મદદ કરી શકાય. આશા છે કે તમે જવાબ આપશો.

આ ટ્વીટ જોયા પછી અભિનેતા સોનુ સૂદે શારદાને નોકરી શોધવામાં મદદ કરી હતી. એટલું જ નહીં ટ્વીટનો રિપ્લાય પણ આપ્યો હતો. જેમા કહ્યું હતું કે, 'મારી ઓફિશ્યલ ટીમ શારદાને મળી છે. ઈન્ટરવ્યૂ થઈ ગયો છે. જોબ લેટર પણ મોકલી દેવામાં આવ્યો છે. જય હિંદ.'

આ પણ વાંચો: દીકરીઓ પાસે ખેતર ખેડાવતા મજબૂર ખેડૂતના ઘરે સોનુ સૂદે મોકલાવ્યું ટ્રેક્ટર

તમને જણાવી દઈએ કે, સોનુ સૂદ લૉકડાઉનની શરૂઆતથી જ લોકોની મદદ કરી રહ્યો છે. એટલું જ નહીં અભિનેતાએ પ્રવાસી રોજગાર એપ લોન્ચ કરી છે. આ એપની મદદથી શ્રમિકોને નોકરી શોધવામાં મદદ મળશે.

entertainment news bollywood bollywood news bollywood gossips coronavirus covid19 lockdown sonu sood