તૈમૂરને જ્યારે કહ્યું કે તે ગોર્જિયસ છે, તો આપ્યો આવો ફની જવાબ

17 June, 2020 06:00 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

તૈમૂરને જ્યારે કહ્યું કે તે ગોર્જિયસ છે, તો આપ્યો આવો ફની જવાબ

તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ

સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાનના દીકરા તૈમૂરની પૉપ્યુલારિટી કોઈ સ્ટારથી ઓછી નથી. તૈમૂરના ફોટો કે વીડિયો જેવા પણ પોસ્ટ થાય તાત્કાલિક સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ જાય છે. તાજેતરમાં જ તૈમૂરનો એક વીડિયો અનુપમા ચોપરાએ સોશ્યલ મીડિયા પર શૅર કર્યો છે. જે બહુ વાયરલ થયો છે. આ વીડિયોમાં દેખાય છે કે, અનુપમા સૈફનું ઈન્ટરવ્યુ લઈ રહ્યાં છે ત્યારે તૈમૂર અચાનક ફ્રેમમાં આવી જાય છે. પછી તેમની વચ્ચે જે કોન્વર્ઝેશન થાય છે એ બહુ ક્યૂટ છે.

ભારતીય લેખક અને પત્રકાર અનુપમા ચોપરા સૈફ અલી ખાનનું ઓનલાઈન ઈન્ટરવ્યુ લઈ રહ્યાં હતા. તે દરમ્યાન તૈમૂર અચાનક ફ્રેમમાં આવી જાય છે. તો અનુપમા ચોપરા તેને ગોર્જીયસ કહે છે. આ સાંભળીને તૈમૂર તરત કહે છે કે, હું ગોર્જીયસ નથી. તૈમૂરનો જવાબ સાંભળીને અનુપમા અને સૈફ ખડખડાટ હસી પડે છે. પછી સૈફ તૈમૂરને સમજાવે છે કે, એમનો કહેવાનો અર્થ છે, તુ હેન્ડસમ છે એટલે ચલ હવે થેન્કયુ બોલ. પછી તૈમૂર અનુપમાને થેન્કયુ કહે છે.

આ પહેલા એક ઈન્ટવ્યુમાં સૈફે કહ્યું હતું કે, લૉકડાઉનમાં તૈમૂર સાથે સમય પસાર કરવો બહુ ગમે છે. જ્યારે અન્ય એક ઈન્ટરવ્યુમાં કરીનાએ કબુલ્યું હતું કે, દીકરા તૈમૂરની પોતે ફૅન છે અને તે સૌથી ક્યૂટ બાળક છે.

entertainment news bollywood bollywood news bollywood gossips taimur ali khan kareena kapoor saif ali khan anupama chopra