સારા અલી ખાનની સવાર આજે એક એક્સિડન્ટથી થઇ, જુઓ વીડિયો

24 January, 2022 04:08 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સારાએ આ અકસ્માતનો વીડિયો તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કર્યો છે, આ સિવાય આ વીડિયો એક પર પણ શેર કરવામાં આવ્યો છે જે વાઇરલ થયો છે.

સારા અલી ખાન (ફાઇલ તસવીર)

બૉલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન (Sara Ali Khan) સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તેના ફેન્સ સાથે વાતચીત કરતી રહે છે. સારાની સુંદર તસવીરો દરરોજ ઇન્ટરનેટ પર વાયરલ થતી રહે છે, પરંતુ હાલમાં જ અભિનેત્રીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેનાથી ફેન્સને તેની ચિંતા થઇ જશે. આ વિડિયોમાં સારા એક અકસ્માતનો ભોગ બનતી જોવા મળી રહી છે, જો કે તે નસીબદાર છે કે તેને વધારે ઈજા થઈ નથી. સારાએ આ અકસ્માતનો વીડિયો તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કર્યો છે, આ સિવાય આ વીડિયો એક પર પણ શેર કરવામાં આવ્યો છે જે વાઇરલ થયો છે.

વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે સારા મેક-અપ રૂમમાં બેઠી છે. આ દરમિયાન તેણે પિંક કલરની હૂડી પહેરી છે. સારાના ચહેરા પર એક મેકઅપ આર્ટિસ્ટ ટચ-અપ કરી રહ્યો છે જ્યારે અભિનેત્રી તેને કહે છે કે `જીતુ સે કહ દો નારિયેલ પાની લા દે` કહ્યા પછી સારા તેના મેકઅપને અરીસામાં જોવા લાગે છે અને તેનો મેકઅપ આર્ટિસ્ટ પણ ત્યાંથી જતો રહે છે. પછી ખૂબ જ જોરથી સાયરનનો અવાજ આવે છે અને અચાનક લાઇટ બલ્બ ફૂટે છે, જેનાથી સારા અલી ખાન ડરી જાય છે. આ પછી સારાનો વીડિયો બંધ થઈ જાય છે. તેની ઇન્સ્ટા સ્ટોરી પર વિડિયો શેર કરતી વખતે, અભિનેત્રીએ બલ્બ ઇમોજી પણ શેર કરી છે અને લખ્યું છે `આજની સવાર કંઇક આવી’. વિડીયો જુઓ.


આ દિવસોમાં વિકી કૌશલ સાથે તેની આગામી ફિલ્મનું શૂટિંગ કરી રહી થે. જો કે ફિલ્મનું ટાઈટલ હજુ જાહેર કરવામાં આવ્યું નથી. હાલમાં જ સારા અક્ષય કુમાર અને ધનુષ સાથે `અતરંગી` રેમાં જોવા મળી હતી.

bollywood news bollywood bollywood gossips entertainment news sara ali khan