આ રીતે આલિયાને પ્રપોઝ કર્યું હતું રણબીરે

30 December, 2022 05:32 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ એક બાળકના પેરન્ટ્સ બની ગયા છે. જોકે તેમનો ફોટો ગઈ કાલે ખૂબ જ વાઇરલ થયો હતો.

આ રીતે આલિયાને પ્રપોઝ કર્યું હતું રણબીરે

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ એક બાળકના પેરન્ટ્સ બની ગયા છે. જોકે તેમનો ફોટો ગઈ કાલે ખૂબ જ વાઇરલ થયો હતો. આ ફોટો રણબીરે જ્યારે આલિયાને પ્રપોઝ કર્યું હતું એ દરમ્યાનનો છે. આલિયાએ ઘણી વાર આ મોમેન્ટ વિશે વાત કરી છે, પરંતુ એનો ફોટો બહાર નહોતો આવ્યો. જોકે હાલમાં જ એ ફોટો આવી ગયો છે અને એમાં રણબીર ઘૂંટણ પર બેસીને આલિયાને પ્રપોઝ કરતો જોવા મળી રહ્યો છે. રણબીરે પ્રપોઝ કરતાં આલિયા રડતી દેખાઈ રહી છે. ત્યાર બાદ તેમણે મુંબઈમાં પ્રાઇવેટ સેરેમનીમાં લગ્ન કર્યાં હતાં અને હવે પેરન્ટ્સ પણ બની ગયાં છે.

bollywood news entertainment news ranbir kapoor alia bhatt