ઍક્ટિંગમાં કોઈ શૉર્ટકટ્સ ન હોય : અનુપમ ખેર

22 July, 2021 12:22 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેઓ ઍક્ટર પ્રિપેર્સ નામની ઍક્ટિંગ ટ્રેઇનિંગ સ્કૂલ પણ ચલાવે છે

અનુપમ ખેર

અનુપમ ખેરનું માનવું છે કે ઍક્ટિંગમાં શૉર્ટકટ્સ ન હોય. એના માટે સખત મહેનત કરવી જરૂરી છે. તેઓ ઍક્ટર પ્રિપેર્સ નામની ઍક્ટિંગ ટ્રેઇનિંગ સ્કૂલ પણ ચલાવે છે. ઊભરતા કલાકારોને ઍક્ટિંગની ટિપ્સ આપતાં અનુપમ ખેરે કહ્યું હતું કે ‘ઍક્ટિંગનો કોઈ સિલેબસ નથી હોતો અને આ જ કારણ છે કે ૮૦ અથવા તો એની ઉપરની ઉંમરના લોકોના પર્ફોર્મન્સ શાનદાર હોય છે. ઊભરતા કલાકારોને હું એટલી જ સલાહ આપવા માગું છું કે તેમણે પોતાની કળાની સતત પ્રૅક્ટિસ કરતા રહેવું જોઈએ. તમે જેટલી વધુ પ્રૅક્ટિસ કરશો એટલા વધુ તમે ઉત્તમ બનશો. તમારે અથાક પરિશ્રમ કરવાની જરૂર છે. આ કામ તમારે દરરોજ કરવું જોઈએ. એક જ વસ્તુને વારંવાર કરવી જોઈએ. સાથે જ લોકોમાં પણ રસ દેખાડવો જોઈએ, કારણ કે અલગ-અલગ પ્રકારના લોકો ઍક્ટર્સ માટે બૅન્ક સમાન હોય છે. તેઓ જેટલા વધુ લોકોને ઓળખશે એટલા વધુ ઇમોશન્સ તેમને જાણવા મળશે. તેમને નવ રસના વિવિધ પ્રકારો જાણવા મળશે. એથી મને પણ એ જ અગત્યનું લાગે છે. સાથે જ તમે શું બનવાના છો એ વાતને લઈને પોતાની જાત પર કોઈ જાતનું ભારણ ન નાખવું જોઈએ. ઍક્ટિંગમાં કોઈ શૉર્ટકટ્સ ન હોય.’

entertainment news bollywood bollywood news bollywood gossips anupam kher