તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ મને પોતાની સમજીને આવકારી લીધી છે : પૂજા હેગડે

07 August, 2021 10:37 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મારું એવું માનવું છે કે તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ મને પોતાની ગણીને સ્વીકારી છે. હું હવે તામિલ અને હિન્દી ફિલ્મો કરી રહી છું. હું હંમેશાંથી ઇન્ડિયન ઍક્ટર બનવા માગતી હતી.

પૂજા હેગડે

પૂજા હેગડેએ જણાવ્યું છે કે તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ તેને પોતાની સમજીને સ્વીકારી લીધી છે. પૂજા હિન્દી અને સાઉથની ફિલ્મોમાં ખાસ્સી સક્રિય છે. તેની પાસે બૉલીવુડની ‘સર્કસ’, ‘કભી ઈદ કભી દિવાલી’ અને ‘રાધે શ્યામ’ છે. તે અલગ-અલગ ભાષાઓની ફિલ્મોમાં કામ કરી રહી છે. એ વિશે પૂજાએ કહ્યું હતું કે ‘મારી પાસે પૅન ઇન્ડિયા ફિલ્મો છે અને પૅન ઇન્ડિયા આર્ટિસ્ટ બનવા માટે એક બીજો રસ્તો પણ છે. મને લાગે છે કે મારા માટે તો આ બન્નેનું મિશ્રણ છે અને એ જ વસ્તુને કારણે મને આગળ વધવામાં મદદ મળી છે. મારું એવું માનવું છે કે તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ મને પોતાની ગણીને સ્વીકારી છે. હું હવે તામિલ અને હિન્દી ફિલ્મો કરી રહી છું. હું હંમેશાંથી ઇન્ડિયન ઍક્ટર બનવા માગતી હતી. હું કોઈ ઇન્ડસ્ટ્રીમાં ફરક નથી કરવા માગતી. એ બધીને હું મારી પોતાની જ ગણું છું. એવી કેટલીક ફિલ્મો જેવી કે પ્રભાસ સાથેની ‘રાધે શ્યામ’ પૅન ઇન્ડિયા ફિલ્મ છે. એવી તો અનેક ફિલ્મો પૅન ઇન્ડિયા બની રહી છે. જોકે હું તો સારી કન્ટેન્ટ તરફ જ ઝુકાવ રાખું છું. હું જે પણ વિસ્તારમાં જાઉં છું ત્યાં લોકો મને ખૂબ પ્રેમ આપે છે અને આ જ બાબત તમને ઓળખાણ અપાવે છે.’

pooja hegde bollywood bollywood gossips bollywood news