તાજમહલ મારો અને મદુરાઈ ટેમ્પલ તમારું છે : કમલ હાસન

28 May, 2022 08:11 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નૉર્થ-સાઉથના સિનેમાના વિવાદને લઈને તેમણે આવું કહ્યું

કમલ હાસન

નૉર્થ-સાઉથના સિનેમાના વિવાદને લઈને કમલ હાસને જણાવ્યું છે કે તાજમહલ મારો અને મદુરાઈ મંદિર તમારું છે. જોકે થોડા સમય પહેલાં અક્ષયકુમારે જણાવ્યું હતું કે આ એક જ ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે અને સાઉથ, નૉર્થ તરીકે એમાં તફાવત કરવો તેને પસંદ નથી. હવે આ મુદ્દા પર પોતાના વિચાર વ્યક્ત કરતાં કમલ હાસને કહ્યું કે ‘હું એક ભારતીય છું. તમે કોણ છો? મારા માટે તો તાજમહલ મારો છે અને મદુરાઈ મંદિર તમારું છે. કન્યાકુમારી જે રીતે તમારું છે એ રીતે કાશ્મીર મારું છે.’

bollywood news bollywood bollywood gossips entertainment news taj mahal kamal haasan