મેક ઇન ઇન્ડિયા

28 January, 2023 02:43 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘રૉકી ઔર રાની કી પ્રેમ કહાની’ના ગીતનું શૂટિંગ સ્વિટ્ઝરલૅન્ડમાં નહીં, પરંતુ કાશ્મીરમાં થવાનું છે.

આલિયા ભટ્ટ

‘રૉકી ઔર રાની કી પ્રેમ કહાની’ના ગીતનું શૂટિંગ સ્વિટ્ઝરલૅન્ડમાં નહીં, પરંતુ કાશ્મીરમાં થવાનું છે. આ ફિલ્મમાં રણવીર સિંહ, આલિયા ભટ્ટ, ધર્મેન્દ્ર, શબાના આઝમી, જયા બચ્ચન, અર્જુન બિજલાણી, શ્રીતિ ઝા અને શ્રદ્ધા આર્ય પણ જોવા મળશે. આલિયાએ ​દીકરીને જન્મ આપ્યા બાદ ફિલ્મના ગીતનું શૂટિંગ બાકી રહી ગયું હતું. એથી કરણ જોહરે જણાવ્યું હતું કે જ્યારે આલિયા કમ્ફર્ટેબલ હશે ત્યારે એનું શૂટિંગ કરવામાં આવશે. કરણ તેને દીકરી માને છે. અગાઉ આ ગીતનું શૂટિંગ સ્વિટ્ઝરલૅન્ડમાં કરવાનું હતું, પરંતુ આલિયા તેની દીકરીથી લાંબા ગાળા સુધી દૂર નથી રહેવા માગતી એથી કરણે આ ગીતનું શૂટિંગ કાશ્મીરમાં કરવાનું નક્કી કર્યું છે. કરણ આ ગીતને તેના આદર્શ એવા યશ ચોપડાને સમર્પિત કરવા માગે છે. આ ગીતમાં આલિયા શિફોનની સાડીમાં અને રણવીર ફૉર્મલમાં દેખાવાનો છે.

bollywood news entertainment news alia bhatt ranveer singh