અક્ષય કુમારની ફિલ્મ `બેલ બૉટમ`નું ટ્રેલર થયું રિલીઝ, જાણો કયા મિશન પર છે ખિલાડી કુમાર

04 August, 2021 01:01 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

અક્ષય કુમારની ફિલ્મ ‘બેલબોટમ’નું ટ્રેલર રિલીઝ થયું; ફિલ્મ મોટા પડદા પર રિલીઝ થવાની આશાથી પ્રેક્ષકોનો ઉત્સાહ સાતમા આસમાને

આ ફિલ્મમાં તે રૉ એજન્ટની ભૂમિકા ભજવી રહ્યો છે

બૉલિવૂડ અભિનેતા અક્ષય કુમાર (Akshay Kumar)ની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘બેલ બૉટમ’ (Bell Bottom)નું ધુંઆધાર ટ્રેલર પણ રિલીઝ કરાયું છે.  અક્ષય કુમારે બેલબૉટમ ફિલ્મનું શુટિંગ 35 દિવસમાં પૂર્ણ કરી લીધું હતું. ફિલ્મનું શૂટિંગ યુકેમાં કરાયું હતું. આ થ્રિલર ફિલ્મનું નિર્દેશન રંજીત એમ તિવારીએ કર્યુંએ કર્યું છે, જેનું શુટિંગ સ્કૉટલેન્ડમાં લંડનમાં કરવામાં આવ્યું છે. વર્ષ 1980ના દાયકા પર આધારિત આ ફિલ્મમાં અક્ષય કુમાર રૉ એજન્ટની ભૂમિકા ભજવી રહ્યા છે.

પૂજા એન્ટરટેઇનમેન્ટની રોમાંચક ફિલ્મ `બેલબૉટમ`નું ટ્રેલર આજે રિલીઝ થઈ ગયું છે. અક્ષય કુમાર અભિનીત આ ફિલ્મ 19 ઓગસ્ટના રોજ મોટા પડદા પર રિલીઝ થવાની છે. આ ફિલ્મ 2D અને 3D એમ બંને ફોર્મેટમાં તૈયાર કરવામાં આવી છે. ફિલ્મના થિયેટરમાં રિલીઝ થવાના સમાચારથી ઇન્ડસ્ટ્રીના લોકો અને પ્રેક્ષકો ખૂબ જ ખુશ થયા છે. ટ્રેલરે ચાહકોના ઉત્સાહને અનેક ગણો વધાર્યો છે. 
ફિલ્મ મોટા પડદા પર રિલીઝ થવાની હોવાથી પ્રેક્ષકો આતુરતાપૂર્વક આ ફિલ્મની રાહ જોઈ રહ્યા છે. બેલબૉટમે ફિલ્મની ટીમે આજે દિલ્હીના સિંગલ સ્ક્રીન થિયેટર પીવીઆર પ્રિયામાં ટ્રેલર લૉન્ચ કર્યું હતું. આ થિયેટર પીવીઆરના જન્મસ્થળ તરીકે જાણીતું છે. મોટા પડદાના મનોરંજનના કાયમી વારસાને ફરી આવકારવા માટે આ એક પ્રતીકાત્મક ક્ષણ હતી. 
ઉલ્લેખનીય છે કે આ ફિલ્મમાં અક્ષય કુમાર સાથે વાણી કપૂર, લારા દત્તા, હુમા કુરેશી, અનિરુદ્ધ દવે અને આદિલ હુસૈન પણ છે. આ થ્રીલિંગ ટ્રેલર ફિલ્મની વાર્તાને સંપૂર્ણપેણે ન્યાય આપે છે અને મોટાપાયે પ્રોડક્શન અને અક્ષય કુમારના એક્શનથી ભરપૂર પર્સોનાથી હોવાનું જણાય છે. 

bollywood news entertainment news vaani kapoor akshay kumar