મારી કરીઅરની સૌથી ઇન્ટરેસ્ટિંગ ફિલ્મ ‘શેરો’ છે : સની લીઓની

07 August, 2021 11:10 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અમે કેરલાનાં રમણીય સ્થળો પર શૂટિંગ કર્યું હતું. મારી લાઇફમાં મેં અત્યાર સુધી જેટલી ફિલ્મો કરી છે એમાંની આ સૌથી વધુ ઇન્ટરેસ્ટિંગ ફિલ્મ છે.’

મારી કરીઅરની સૌથી ઇન્ટરેસ્ટિંગ ફિલ્મ ‘શેરો’ છે : સની લીઓની

સની લીઓનીનું કહેવું છે કે ‘શેરો’ તેના માટે ઇન્ટરેસ્ટિંગ ફિલ્મોમાંની એક છે. આ એક સાઇકોલૉજિકલ થ્રિલર છે જેમાં સનીએ સારા માઇકની ભૂમિકા ભજવી છે. તે અમેરિકામાં જન્મેલી મહિલા છે જેનો સંબંધ ભારત સાથે હોય છે. આ ફિલ્મ હિન્દી, મલયાલમ, તામિલ અને તેલુગુમાં રિલીઝ થવાની છે. ફિલ્મ કેરલામાં શૂટ કરવામાં આવી છે. ફિલ્મમાં સ્ટન્ટ્સ સનીએ કર્યા છે. આ ફિલ્મ વિશે સનીએ કહ્યું હતું કે ‘એવી કેટલીક ફિલ્મો હોય છે જે તમને પડકાર આપે છે. તમને એ વધુ મહેનત કરવા માટે પ્રેરિત કરે છે. ‘શેરો’ મારા માટે એવા જ પ્રકારની ફિલ્મ છે. હું એમાં કોઈ પણ કચાશ રાખવા નહોતી માગતી. પર્ફોર્મન્સથી માંડીને ઍક્શન, નવી ભાષા શીખવી, આ એક એવી ફિલ્મ હતી કે એમાં હું પૂરી રીતે ઓતપ્રોત થઈ ગઈ હતી. અમે કેરલાનાં રમણીય સ્થળો પર શૂટિંગ કર્યું હતું. મારી લાઇફમાં મેં અત્યાર સુધી જેટલી ફિલ્મો કરી છે એમાંની આ સૌથી વધુ ઇન્ટરેસ્ટિંગ ફિલ્મ છે.’

bollywood news bollywood gossips bollywood sunny leone