લગ્ન માટે ઉતાવળી થઈ છે સોનાક્ષી

09 May, 2024 06:06 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેનાં રિલેશન ઝહીર ઇકબાલ સાથે હોવાની ચર્ચા છે

સોનાક્ષી સિંહા

સોનાક્ષી સિંહાને હવે લગ્ન કરવાની ઉતા‍વળ આવી છે. તેનાં રિલેશન ઝહીર ઇકબાલ સાથે હોવાની ચર્ચા છે. બન્નેએ કદી પોતાના રિલેશન વિશે એકરાર નથી કર્યો. સોનાક્ષીની વેબ-સિરીઝ ‘હીરામંડી : ધ ડાયમન્ડ બાઝાર’ નેટફ્લિક્સ પર દેખાડવામાં આવી રહી છે. આ શોની તમામ ઍક્ટ્રેસિસ મનીષા કોઈરાલા, સંજીદા શેખ, રિચા ચઢ્ઢા, અદિતિ રાવ હૈદરી અને શર્મિન સેગલ ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’માં પહોંચી હતી. આ શો દર શનિવારે નેટફ્લિક્સ પર રાતે ૮ વાગ્યે દેખાડવામાં આવે છે. શોનો પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો છે. એમાં રિચા કહે છે કે ‘હીરામંડી : ધ ડાયમન્ડ બાઝાર’માં એક સીન માટે તેણે ૯૯ રીટેક્સ લીધા હતા. કપિલ સોનાક્ષીને કહે છે કે આલિયા અને કિયારાએ લગ્ન કરી લીધાં છે તો તારું શું માનવું છે? તો બૉયફ્રેન્ડનું નામ લીધા વગર સોનાક્ષી કહે છે, ‘જલે પે નમક ડાલ રહે હો. વો જાનતા હૈ મુઝે કિતની ઝોર સે શાદી કરની હૈ.’

sonakshi sinha entertainment news bollywood buzz bollywood news bollywood