ડિજિટલ પ્લૅટફૉર્મનું ભવિષ્ય ઉજ્જવળ છે : નીરજ કાબી

01 August, 2021 01:06 PM IST  |  mumbai | Gujarati Mid-day Correspondent

નીરજ કાબીનું માનવું છે કે ડિજિટલ પ્લૅટફૉર્મ સતત આગળ વધી રહ્યું છે.

નીરજ કાબી

નીરજ કાબીનું માનવું છે કે ડિજિટલ પ્લૅટફૉર્મ સતત આગળ વધી રહ્યું છે. નીરજ કાબીએ હાલમાં રિલીઝ થયેલી ‘શેરની’ અને વેબ-સિરીઝ ‘અવરોધ’માં પણ કામ કર્યું હતું. ડિજિટલ પ્લૅટફૉર્મની પ્રશંસા કરતાં નીરજ કાબીએ કહ્યું કે ‘ડિજિટલ પ્લૅટફૉર્મ હંમેશાં આગળ વધશે અને સમયની સાથે વધુ ઉત્કૃષ્ટ બનતું જશે. એમાં દેખાડવામાં આવતું કન્ટેન્ટ અદ્ભુત છે. ડિજિટલ પ્લૅટફૉર્મ પર અનેક નવા ઍક્ટર્સ અને ડિરેક્ટર્સ જોવા મળે છે. અલગ પ્રકારની ફિલ્મમેકિંગ અહીં જોવા મળે છે. વેબ-સિરીઝ બનાવવાની જે રીતભાત છે એ અલગ છે, પછી એમાં રાઇટિંગ અને સ્ક્રીનપ્લે પણ આવી જાય છે. અનેક નવા રાઇટર્સ પણ આવી રહ્યા છે. ડિજિટલ પ્લૅટફૉર્મ પર આવતા શોના દર્શકોનો એક અલગ વર્ગ છે. દર્શકોનું ધ્યાન કઈ રીતે જળવાઈ રહે એ વાતને મેકર્સ સારી રીતે જાણે છે. એ જ બાબત સકારાત્મક છે અને એ જ ડિજિટલ પ્લૅટફૉર્મ માટે લાભકારક છે.’

Web Series bollywood news entertainment news