તાપસી પન્નુની ફિલ્મ `હસીન દિલરુબા` નું પહેલુ ગીત રિલીઝ

15 June, 2021 07:36 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

તાપસી પન્નુની ફિલ્મ `હસીન દિલરુબા` નું પહેલુ ગીત આજે રિલીઝ થયું છે.

તાપસી પન્નુ (ફાઈલ ફોટો)

તાપસી પન્નુની ફિલ્મ `હસીન દિલરુબા` નું પહેલુ ગીત આજે રિલીઝ થયું છે. મંગળવારે  ફિલ્મના નિર્માતાએ ફિલ્મનું પહેલુ ગીત `દિલ મેલ્ટ કરદા` રિલીઝ કર્યુ છે. 

દિલ મેલ્ટ કરદા ગીતમાં તાપસી પન્નુ અને વિક્રાંત મેસીની કેમેસ્ટ્રી સારી જોવા મળી રહી છે.  ગીતમાં થોડી મસ્તી અને વિક્રાંતનો થોડો શરમાળ સ્વભાવ જોવા મળી રહ્યો છે. તાપસી પન્નુ ફિલ્મમાં  રાનીનું અને  વિક્રાંત રીશુના પાત્રમાં જોવા મળશે. જે બંને લગ્ન માટે પહેલી વાર એકાબીજા સાથે મુલાકાત કરે છે.  

દિલ મેલ્ટ કરદા ગીતને નવરાજ હંસ અને નીકિતા ગાંધીએ ગાયું છે. જ્યારે  અમિત ત્રિવેદી દ્વારા આ ગીતને કમ્પોઝ કરવામાં આવ્યું છે.  આ ગીતના શબ્દો વરુન ગ્રોવરે લખ્યાં છે. 

આ ગીતને અમિત ત્રિવેદીએ પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કર્યુ છે. વિક્રાંતે પણ દિલ મેલ્ટ કરદા સોન્ગને સોશિયલ મીડિયામાં શેર કર્યુ છે.  અગાઉ આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ચુક્યુ છે.  ફિલ્મમાં તાપસી પન્નુ અને વિક્રાંત મેસી મુખ્ય પાત્રમાં જોવા મળશે. 

bollywood news entertainment news taapsee pannu vikrant messy bollywood song song