બુડાપેસ્ટમાં હશે ‘બ્રહ્માસ્ત્ર’નું શૂટિંગનું છેલ્લું શેડ્યુલ

22 June, 2021 01:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, નાગાર્જુન અને મૌની રૉય મહત્ત્વના રોલમાં છે. ૨૦૧૮માં આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરવામાં આવ્યું હતું ત્યારથી આ ફિલ્મને પૂરી કરવામાં અનેક અડચણો આવી છે.

બુડાપેસ્ટમાં હશે ‘બ્રહ્માસ્ત્ર’નું શૂટિંગનું છેલ્લું શેડ્યુલ

રણબીર કપૂર અને આલિયા ભટ્ટની ‘બ્રહ્માસ્ત્ર’નું છેલ્લા શેડ્યુલનું શૂટિંગ બુડાપેસ્ટમાં કરવામાં આવશે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, નાગાર્જુન અને મૌની રૉય મહત્ત્વના રોલમાં છે. ૨૦૧૮માં આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરવામાં આવ્યું હતું ત્યારથી આ ફિલ્મને પૂરી કરવામાં અનેક અડચણો આવી છે. કોરોનાનું ગ્રહણ પણ આ ફિલ્મને લાગતાં શૂટિંગ અટકી પડ્યું હતું. સાથે જ રણબીરને પણ કોરોના થયો હતો. બાદમાં કોરોનાની બીજી લહેરને કારણે પણ શૂટિંગ બંધ પડી ગયું હતું. જોકે હવે લૉકડાઉનમાં ધીરે-ધીરે રાહત આપવામાં આવે છે. એથી શૂટિંગ પણ શરૂ કરવામાં આવી રહ્યાં છે. આ ફિલ્મના તમામ કાસ્ટ અને ક્રૂને વૅક્સિન આપ્યા બાદ અને ટ્રાવેલિંગની સ્થિતિ જાણ્યા બાદ જ બુડાપેસ્ટ જવામાં આવશે. ઑગસ્ટમાં શૂટિંગ શરૂ કરવામાં આવે એવી શક્યતા છે.

bollywood news bollywood bollywood gossips entertainment news