રિષભ શેટ્ટીએ શમ્ભાલાના હિન્દી ટ્રેલરનું અનાવરણ કરી તેને એક રોમાંચક અનુભવ ગણાવ્યો

06 January, 2026 02:58 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ટ્રેલરની શરૂઆત એક ડ્રામેટિક કોસ્મિક ઘટના સાથે થાય છે, જેમાં આધ્યાત્મિક રીતે મૂળ ધરાવતા ગામમાં ધૂમકેતુનો વિસ્ફોટક થાય છે.  કાટમાળમાંથી એક વિચિત્ર પથ્થર નીકળે છે જે પ્રકૃતિના પાંચ તત્વોને નિયંત્રિત કરે છે તેવું માનવામાં આવે છે.

રિષભ શેટ્ટીએ ફિલ્મનું હિન્દી ટ્રેલર રજૂ કર્યું

આદિ સાઈકુમાર સ્ટારર અને યુગંધર મુનિ દ્વારા દિગ્દર્શિત રહસ્યમય થ્રિલર `શમ્ભાલા: અ મિસ્ટિકલ વર્લ્ડ’, તેલુગુ ફિલ્મ ઉદ્યોગમાં એક દૈવી બ્લૉકબસ્ટર બની છે. શાઇનિંગ પિક્ચર્સ બૅનર હેઠળ રાજશેખર અન્નાભિમોજુ અને મહિધર રેડ્ડી દ્વારા સમર્થિત, આ ફિલ્મ પહેલાથી જ નિર્માતાઓ અને ડિસ્ટ્રિબ્યુટર્સને મોટો નફો આપી ચૂકી છે, તેના થિયેટ્રિકલ અને નૉન-થિયેટ્રિકલ રાઇટ્સે પ્રભાવશાળી કમાણી કરી છે. 25 ડિસેમ્બર, ક્રિસમસ પર રિલીઝ થયેલી, આ ફિલ્મને લોકોનો સારો પ્રતિભાવ મળ્યો અને ત્યારથી તેણે બૉક્સ-ઓફિસ કમાણીમાં નોંધપાત્ર વધારો દર્શાવ્યો છે. મજબૂત શરૂઆત પછી પણ શમ્ભાલાએ કમાણીની ગતિ જાળવી રાખી છે, તેના બીજા અઠવાડિયામાં પણ મજબૂત આંકડા મેળવ્યા છે.

તેલુગુમાં ફિલ્મના સારા પ્રતિસાદ પછી, શમ્ભાલા હવે 9 જાન્યુઆરીએ હિન્દીમાં તેની થિયેટર રિલીઝ માટે તૈયાર થઈ રહી છે. અવનિકા ફિલ્મ્સ હિન્દી દર્શકો માટે ફિલ્મ લાવી રહી છે. દરમિયાન, કાંતારા જેવી ફિલ્મના સ્ટાર હીરો રિષભ શેટ્ટીએ ફિલ્મનું હિન્દી ટ્રેલર રજૂ કર્યું અને ટીમને શુભેચ્છાઓ પાઠવી. "ભવ્ય સફળ તેલુગુ રિલીઝ પછી, Shambala 9 જાન્યુઆરી`26 ના રોજ હિન્દીમાં રિલીઝ થશે. હિન્દી ટ્રેલરનું અનાવરણ - આદિ સાઈકુમાર અને સમગ્ર ટીમને શુભકામનાઓ" રિષભે X પર લખ્યું.

ટ્રેલરની શરૂઆત એક ડ્રામેટિક કોસ્મિક ઘટના સાથે થાય છે, જેમાં આધ્યાત્મિક રીતે મૂળ ધરાવતા ગામમાં ધૂમકેતુનો વિસ્ફોટક થાય છે.  કાટમાળમાંથી એક વિચિત્ર પથ્થર નીકળે છે જે પ્રકૃતિના પાંચ તત્વોને નિયંત્રિત કરે છે તેવું માનવામાં આવે છે. આ પૌરાણિક સેટિંગમાં એક ભૂ-વૈજ્ઞાનિક, એક કટ્ટર તર્કશાસ્ત્રી પ્રવેશ કરે છે જે આ પ્રદેશને ઘેરી લેતી વિચિત્ર ઘટનાઓને સમજવા માટે નિર્ધારિત છે. જે પ્રગટ થાય છે તે વૈજ્ઞાનિક તર્ક અને પ્રાચીન જ્ઞાન વચ્ચે તીવ્ર અવરોધ છે, જે શમ્ભાલાને ચલાવે છે તે મુખ્ય સંઘર્ષ બનાવે છે. ‘શમ્ભાલા’ ટ્રેલરમાં ફિલ્મના વાતાવરણનો તણાવ અને ભક્તિને સંપૂર્ણ જોવા મળે છે. દિગ્દર્શક ઉગંધર મુનિની વાર્તા કહેવાની કુશળતા સ્પષ્ટ છે, દરેક ફ્રેમ દર્શાવે છે કે ફિલ્મ દ્રશ્યો અને વિચારોથી ભરપૂર છે.

આદિ સાઈકુમાર એક નવા અવતારમાં દેખાય છે, જે અત્યાર સુધીનો તેનો સૌથી પ્રભાવશાળી અભિનય જોવા મળ્યો છે. તેની સાથે અર્ચના ઐયર, અને સ્વસિકા, રવિ વર્મા, મધુનંદન અને શિવ કાર્તિક પણ તેમના અભિનયમાં ઉમેરો કરે છે. ફિલ્મની ટૅકનિકલ ટીમનું ઉત્તમ કામ જોવા મળી રહ્યું છે. આર્ટ ડિરેકેટર જેકે મૂર્તિએ એક વિગતવાર અને મનમોહક વિશ્વ બનાવ્યું છે, પ્રવીણ કે બાંગારીની સિનેમેટોગ્રાફી દ્રશ્યોમાં ઊંડાણ ઉમેર્યું છે, અને શ્રીચરણ પકલાનું બૅકગ્રાઉન્ડ મ્યુઝિક ફિલ્મના વાતાવરણને રોમાંચક બનાવે છે. ફિલ્મનું નિર્માણ ગુણવત્તા, ડિઝાઇન અને અવાજ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. આ મનમોહક ટ્રેલર સાથે, ‘શમ્ભાલાની હિન્દી રિલીઝની અપેક્ષા વધુ મજબૂત બની છે.

rishabh sinha trailer launch latest trailers south india bollywood buzz bollywood news bollywood gossips bollywood