ગુજરાતી નાટક પરથી બનેલી સારા અલી ખાનની ફિલ્મ `Ae Watan Mere Watan`નું ટીઝર રિલીઝ

23 January, 2023 12:24 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફ્રીડમ ફાઈટર ઉષા મહેતાના જીવન આધારિત અમાત્ય ગોરડિયા અને પ્રીતેશ સોઢાના `ખર ખર` નાટક પરથી બનેલી ફિલ્મ `એ વતન મેરે વતન (Ye watan Mere watan)નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. જેમાં સારા અલી ખાન (Sara Ali Khan) મુખ્ય ભૂમિકામાં છે.

વીડિયોમાંથી સ્ક્રીનશોટ

બૉલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન (Sara Ali Khan)ની દેશભક્તિ પર આધારિત ફિલ્મ `એ વતન મેરે વતન (Ae Watan Mere Watan)`નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. સારા ટીઝરમાં સ્વતંત્રતા સેનાનીના રોલમાં જોવા મળી રહી છે. સારા એમેઝોન પ્રાઇમ વિડિયોની ઓરિજિનલ ફિલ્મ `એ વતન મેરે વતન`માં એક અલગ જ અવતારમાં જોવા મળે છે. કન્નન અય્યર દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ સાચી ઘટનાઓથી પ્રેરિત થ્રિલર-ડ્રામા છે. 

કરણ જોહરે સારાની અપકમિંગ ફિલ્મ `Ae watan Mere Watan`નું ટીઝર શેર કર્યુ છે. જે જોઈને તમારા રુવાડાં ઉભા થઈ જશે. આ ટીઝરમાં સારા અલી ખાન સફેદ સાડીમાં આઝાદીની જંગ લડનાર એક સ્વતંત્ર સેનાનીની ભૂમિકામાં જોવા મળી રહી છે.  ટીઝરમાં જોઈ શકાય છે કે તે રેડિયો સેટ કરી કહે છે કે અંગ્રેજોને લાગે છે તે તેણે ભારત છોડો આંદોલનને હરાવ્યું છે પરંતુ આઝાદ અવાજો કેદ થતા નથી, આ છે હિન્દુસ્તાનનો અવોજ, હિન્દુસ્તાનમાં ક્યાંક થી..ક્યાંક હિન્દુસ્તાન.

મહત્વનું છે કે દેશભક્તિની આ ફિલ્મ ગુજરાતી મહિલા ફ્રીડમ ફાઈટર ઉષા મહેતા (Usha Mehta)ની બાયોપિક છે. આ ફિલ્મ જાણીતા ઍક્ટર-પ્રોડ્યુસર અને ડિરેક્ટર સંજય ગોરડિયાના દીકરા અમાત્ય ગોરડિયા અને પ્રીતેશ સોઢાએ લખેલા નાટક ‘ખર ખર’ પર આધારિત  છે.

આ પણ વાંચો: મુંબઇના આ બે ગુજરાતી નાટ્યકારોના નાટકની સ્ક્રિપ્ટ પરથી ધર્મા પ્રોડક્શનની ફિલ્મ બનશે

ઉષા મહેતાનો જન્મ 1920માં ગુજરાતના સુરતમાં થયો હતો. ઉષા મહેતાએ આઝાદીની ચળવળમાં બહુ મહત્ત્વનો રોલ નિભાવ્યો હતો અને ૧૯૪૨માં તેમણે અન્ડરગ્રાઉન્ડ રહીને કૉન્ગ્રેસ રેડિયો શરૂ કર્યો હતો, જે રેડિયોએ બ્રિટિશરોને ધ્રુજાવી દેવાનું કામ કર્યું હતું.બ્રિટિશ સરકાર આ રેડિયોનું પ્રસારણ ક્યાંથી થાય છે તે જાણવા ધમપછાડા કરી રહી હતી. આ પ્રસારણની જગ્યા અંગે બ્રિટિશોને જાણ ન થાય તે માટે ઉષા મહેતા અને તેમના સાથીઓ રેડિયોનું ટ્રાન્સમિટર જૂદી જૂદી જગ્યાએ ફેરવતાં રહેતા હતાં. 

ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ નહીં પરંતુ OTT પ્લેટફોર્મ અમેઝૉન પ્રાઈમ પર રિલીઝ થશે. ફિલ્મ ક્યારે સ્ટ્રીમ થશે તે અંગે હજી કોઈ જણકારી આપવામાં આવી નથી. 

bollywood news entertainment news Gujarati Natak sara ali khan karan johar