10 September, 2026 04:12 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તારા સુતરિયા
તારા સુતરિયા ગઈ કાલે બાંદરા વિસ્તારમાં જોવા મળી હતી. તેને જોઈને ફોટોગ્રાફર્સે તેને ઘેરી લીધી હતી. અહીં તારા પોતાની કારમાંથી નીચે ઊતરી કે તરત જ અનેક ફોટોગ્રાફર્સ અને કૅમેરામેન તેની તરફ દોડી આવ્યા હતા. બિલ્ડિંગના પ્રવેશદ્વાર તરફ આગળ વધવાનો પ્રયાસ કરતી વખતે તારાની આસપાસ એટલી ભીડ થઈ ગઈ હતી કે તેને ચાલવા માટે પણ પૂરતી જગ્યા રહી નહોતી. કેટલાક ફોટોગ્રાફર્સે કૅમેરા અને મોબાઇલ ફોન તારાના ચહેરાની એકદમ નજીક રાખ્યા હતા.
ફોટોગ્રાફર્સના આ વર્તનથી તારા ગુસ્સે થઈ ગઈ હતી અને તેણે તેની નજીક આવી ગયેલા એક ફોટોગ્રાફરને ધક્કો મારીને તેના ચહેરા સામે રાખવામાં આવેલા તેના મોબાઇલ ફોનનો કૅમેરા પણ જોરથી દૂર હટાવી દીધો હતો.
ફોટોગ્રાફર સાથેની આ નાનકડી અથડામણ બાદ તારા કોઈ પોઝ આપ્યા વગર સીધી બિલ્ડિંગની અંદર ચાલી ગઈ હતી.