તનુજ વિરવાણી બન્યો એસીપી

16 April, 2021 11:36 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ડિઝની+હૉટસ્ટારની રોમૅન્ટિક ક્રાઇમ થ્રિલરમાં તે એસીપી આદિત્યના લીડ રોલમાં દેખાશે

તનુજ વિરવાણી

તનુજ વિરવાણી ડિઝની+હૉટસ્ટારની રોમૅન્ટિક ક્રાઇમ થ્રિલરમાં તે એસીપી આદિત્યના લીડ રોલમાં દેખાશે. આ શોનું નામ હજી નક્કી નથી. શૂટિંગ પણ પૂરું થઈ ચૂક્યું છે. શોમાં તેની સાથે બરખા સિંહ જોવા મળશે. તેમ જ એને પ્રીમિયમ યુઝર્સ જ જોઈ શકશે એવું નથી. આ શોને હૉટસ્ટાર પર કોઈ પણ જોઈ શકશે. આ વિશે તનુજે કહ્યું હતું કે ‘હું ઘણા વખતથી રોમૅન્ટિક-ક્રાઇમ થ્રિલર પ્રોજેક્ટમાં કામ કરવા ઇચ્છતો હતો અને આ મારા માટે ખૂબ સારી તક છે. તે એક કોન બ્રાઇડની સાથે મળીને ક્રાઇમનું ઇન્વેસ્ટિગેશન કરતો જોવા મળશે. મેં છેલ્લાં થોડાં વર્ષમાં ઘણી વેબ-સિરીઝમાં કામ કર્યું છે; પરંતુ આ શો એના ફૉર્મેટ, સ્ટોરી લાઇન, રોમૅન્ટિક ક્રાઇમ થ્રિલરને કારણે દરેક કરતાં એકદમ અલગ છે. હું એની રિલીઝની ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહી છું.’

entertainment news bollywood bollywood news hotstar