‘માસ્ટર શેફ તેલુગુ’ના મેકર્સ વિરુદ્ધ લીગલ ઍક્શન લેશે તમન્ના

25 October, 2021 02:24 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ શોની શરૂઆત આ વર્ષે ૨૭ ઑગસ્ટે થઈ હતી. આ શો દ્વારા તમન્નાએ ટીવી પર એન્ટ્રી કરી હતી. હવે એ જોવું રહ્યું કે તમન્નાની આ લીગલ ઍક્શન બાદ શોના મેકર્સની આંખ ઊઘડે છે કે નહીં. 

‘માસ્ટર શેફ તેલુગુ’ના મેકર્સ વિરુદ્ધ લીગલ ઍક્શન લેશે તમન્ના

તમન્ના ભાટિયા જેમિની ટીવી પર આવતા ‘માસ્ટર શેફ તેલુગુ’ના મેકર્સ વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવાની છે. શોમાં ભાગ લેવાની ફી ન મળતાં આ કુકિંગ શોને થોડા સમય અગાઉ જ તેણે બાય-બાય કહી દીધું છે. તેના સ્થાને આ શોમાં હવે અનસુયા ભારદ્વાજ આવી છે. તમન્નાના વકીલે જેમિની ટીવી અને એના પર ટેલિકાસ્ટ થતા ‘માસ્ટર શેફ તેલુગુ’ના પ્રોડ્યુસર્સને બાકી રહેલી ફી ચૂકવવાની માગણી કરી છે. તમન્નાની ટીમે જણાવ્યું હતું કે તેમણે તેની સાથે વાત કરવાનું પણ બંધ કરી દીધું છે. આ શોની શરૂઆત આ વર્ષે ૨૭ ઑગસ્ટે થઈ હતી. આ શો દ્વારા તમન્નાએ ટીવી પર એન્ટ્રી કરી હતી. હવે એ જોવું રહ્યું કે તમન્નાની આ લીગલ ઍક્શન બાદ શોના મેકર્સની આંખ ઊઘડે છે કે નહીં. 

bollywood news bollywood bollywood gossips entertainment news tamannaah bhatia