લંડનમાં પિતા સૈફ સાથે તૈમૂરનો પ્લે ટાઈમ, ફોટોઝ થઈ વાયરલ

18 August, 2019 02:43 PM IST  | 

લંડનમાં પિતા સૈફ સાથે તૈમૂરનો પ્લે ટાઈમ, ફોટોઝ થઈ વાયરલ

તૈમૂર અલી ખાન લંડનમાં પિતા સૈફ અલી ખાન અને માતા કરીના કપૂર ખાન સાથે ક્વાલિટી ટાઈમ એન્જોય કરી રહ્યો છે. તૈમૂરના લંડન વેકેશનના કોઈના કોઈ ફોટોઝ સામે આવી રહ્યાં છે. હવે પિતા સૈફ અલી ખાન સાથે તૈમૂરની એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ફોટોમાં સૈફ તૈમૂરને ખોળામા ઉઠાવીને હવામાં ગોળ ફરાવી રહ્યાં છે. તૈમૂર ઘણો ખુશ જોવા મળી રહ્યોં છે.

તૈમૂર અને સૈફ અલી ખાનને આ રીતે મસ્તી કરતા જોવુ ઘણું ખાસ છે. ફોટોમાં પિતા-પુત્રની બોન્ડિંગ જોરદાર દેખાઈ રહી છે. આ પહેલા પણ સૈફ અન તૈમૂર ઘણી વાર મસ્તી કરતા કેમેરામાં કેદ થયા છે. સૈફ અલી ખાને 16 ઓગસ્ટે ઈંગ્લેન્ડમાં પત્ની કરીના કપૂર ખાન અને તૈમૂર સાથે લંડનમાં બર્થ-ડે સેલિબ્રેટ કર્યો હતો. સૈફના બર્થ-ડે સેલિબ્રેશનની ઘણી તસવીરો સામે આવી હતી. એક ફોટોમાં કરીના-સૈફ અને તૈમૂર એક ફ્રેમમાં જોવા મળી રહ્યા છ. સૈફ ઈંગ્લેન્ડમાં વિંડસર સ્થિત એક જુના કન્ટ્રી હોમમાં રોકાયેલા છે.

આ પણ વાંચો: બોયફ્રેન્ડ સાથે આ અંદાજમાં દેખાઈ હિના ખાન, પ્રિયાંક શર્માએ ઉડાવી મજાક

સૈફ અલી ખાન અને કરીના કપૂa પ્રોફેશનલ કમિટમેન્ટના કારણે ઘણા દિવસોથી લંડનમાં છે. સૈફ અલી ખાન તેની ફિલ્મ જવાની જાનેમનના શૂટિંગમાં વ્યસ્ત છે જ્યારે કરીના કપૂરે હાલમાં જ ઈરફાન ખાનની ફિલ્મ અંગ્રેજી મીડિયમની શૂટિંગ પૂરી કરી. સૈફ અલી ખાનના બર્થ-ડેના દિવસે તેની અપકમિંગ ફિલ્મ લાલ કપ્તાનનું ટિઝર રિલીઝ કરવામાં આવ્યું છે.

saif ali khan taimur ali khan gujarati mid-day