Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > બોયફ્રેન્ડ સાથે આ અંદાજમાં દેખાઈ હિના ખાન, પ્રિયાંક શર્માએ ઉડાવી મજાક

બોયફ્રેન્ડ સાથે આ અંદાજમાં દેખાઈ હિના ખાન, પ્રિયાંક શર્માએ ઉડાવી મજાક

18 August, 2019 02:42 PM IST |

બોયફ્રેન્ડ સાથે આ અંદાજમાં દેખાઈ હિના ખાન, પ્રિયાંક શર્માએ ઉડાવી મજાક

બોયફ્રેન્ડ સાથે આ અંદાજમાં દેખાઈ હિના ખાન, પ્રિયાંક શર્માએ ઉડાવી મજાક


'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' અને 'કસોટી જિંદગી કી' જેવા ટીવી સિરીયલ્સમાં પોતાની એક્ટિંગથી ફેમ મેળવનારી હિના ખાન હાલ બોયફ્રેન્ડ રૉકી સાથે ન્યૂયોર્કમાં વેકેશન એન્જોય કરી રહી છે. તેના વેકેશનની તસવીરો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે. જો કે એવા પણ સ્ટાર્સ છે જેમને હિનાના ફોટોઝ પસંદ નથી આવ્યા અને તેઓ હિના ખાનની ફોટોઝ પર મજાકિયા કમેન્ટ્સ કરી રહ્યા છે.

 
 
 
View this post on Instagram

No no no m not sharing ✋And ya Shopping isn’t easy? It’s an art.. Respect an artist? ☘️

A post shared by Hina Khan (@realhinakhan) onAug 17, 2019 at 7:56am PDT




હિના ખાન પહેલી એવી ટીવી એક્ટ્રેસ છે જેને દર વર્ષે ન્યૂયોર્કમાં યોજાતી ઈન્ડિયા ડે પરેડમાં સામેલ થવાનું આમંત્રણ મળ્યું હતું. આ પરેડમાં સામેલ થવા માટે બોયફ્રેન્ડ રોકી જયસ્વાલ સાથે વેકેશન એન્જોય કરતી જોવા મળી છે. વેકેશનમાં હિના ખાન ઘણી મસ્તી કરતી જોવા મળી રહી છે. હિના ખાન સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ રહે છે અને અપડેટ શૅર કરતી રહે છે. ન્યૂયોર્ક વેકેશનના ફોટોઝ હિના ખાને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા હતા, પરંતુ તેના મિત્ર પ્રિયાંક શર્માએ મજાકિયા કમેન્ટ કરી હતી.

આ પણ વાંચો: રિંકુ ભાભીના અવતારમાં જોવા મળશે આ સ્ટાર, જુઓ વીડિયો


હિના ખાને આઈસક્રીમ ખાતા ફોટો પોસ્ટ કર્યો હતો. હિના ખાનની મજાક ઉડાવતા પ્રિયાંક શર્માએ કમેન્ટ કરી હતી કે, 'મોટી કહીં કી'. કમેન્ટના કારણે પ્રિયાંક શર્માની સાથે તેના ફેન્સે પણ હિના ખાનની મજા લીધી હતી. વર્કફ્રન્ટની વાત કરીએ તો ટીવી સિરીયલથી પોતાની આગવી ઓળખાણ બનાવનારી હિના ખાન બોલીવુડ ડેબ્યૂ કરવા માટે તૈયાર છે. હિના ખાન 'લાઈન્સ' સાથે બોલીવુડ ડેબ્યૂ કરી રહી છે.

Whatsapp-channel Whatsapp-channel

18 August, 2019 02:42 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK