08 April, 2019 09:27 AM IST | મુંબઈ
તસવીર સૌજન્યઃવિરલ ભાયાણી
તૈમુર અલી ખાન, સૈફ અને કરીનાનો આ ક્યુટ પુત્રના દેશભરમાં કરોડોની સંખ્યામાં ફેન્સ છે. ફરી એકવાર તૈમુર સમાચારોમાં ચમકી રહ્યો છે. તૈમુર પોતાની એક સ્માઈલથી લાખો લોકોના દિલ જીતી લે છે. હવે આ નાનકડા બાળકે મીડિયા સાથે ઈન્ટરેક્શન કર્યું છે! જી હાં, તૈમુરે મીડિયા સામે હાથ હલાવીને પાપરાઝીઓને હાઈ કર્યું.
હવે બધા જ જાણે છે કે તૈમુરને આઉટિંગ કેટલું પસંદ છે. ઘરની બહાર રમવું કેટલું પસંદ છે. તૈમુરને પપ્પા સાથે ઘોડેસવારીથી લઈ બીજી ઘણી એક્ટિવિટી કરવી ગમે છે. તાજેતરમાં જતૈમુર પપ્પા સૈફ સાથે શૂટિંગ પર જતો દેખાયો હતો. આ દરમિયાન પણ તૈમુરે મીડિયાને ફોટોગ્રાફર્સને પોઝ આપ્યો.
તૈમુરની નેની તેને લઈ જવા ઈચ્છે છે, પરંતુ તૈમુરને ફોટા પડાવવા ખૂબ જ ગમતા હોય તેમ તે પોઝ આપ્યા કરે છે. આખરે તૈમુરની નેની તેને ફોટોગ્રાફર્સની સામેથી લઈ જાય છે. તૈમુર અહીં પપ્પા સૈફ અલી ખાનને મળવા માટે આવ્યો હતો.
આ પણ વાંચોઃ જુનિયર નવાબ તૈમૂરની જુઓ લાક્ષણિક અદાઓ
શૂટિંગ દરમિયાન તૈમુરની જોઈને સૈફ અલી ખાન પણ ખુશખુશાલ થઈ ગયા હશે. પપ્પા સૈફને મળીને તૈમુર પણ દરેક નાના બાળકની જેમ સૈફ અલી ખાનના ચશ્મા સાથે રમતો હતો. એટલું જ નહીં તૈમુરે સૈફને નાનકડી ચુમ્મી પણ આપી.