ટ્રેકિંગ દરમ્યાન પહાડ સાફ કરવા લાગી હતી તાહિરા

25 June, 2021 01:51 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તાહિરા કશ્પય હાલમાં કસૌલીમાં તેના પપ્પા, દીકરા વિરાજવીર અને ડૉગ પીનટ સાથે ટ્રેકિંગ કરી રહી છે.

તાહિરા કશ્યપ

તાહિરા કશ્પય હાલમાં કસૌલીમાં તેના પપ્પા, દીકરા વિરાજવીર અને ડૉગ પીનટ સાથે ટ્રેકિંગ કરી રહી છે. આ ટ્રેકિંગ દરમ્યાન તેણે પહાડની સાફસફાઈ પણ કરી હતી. તેણે ગઈ કાલે ઇન્સ્ટાસ્ટોરી પર તેનો ફોટો શૅર કર્યો હતો. આ ફોટો શૅર કરીને તાહિરાએ કેપ્શન આપી હતી કે ‘અમે આ હિલ ટૉપને પણ સાફ કર્યું હતું, કારણ કે અમારી પહેલાં જે મૂર્ખ લોકો આવી ગયા હતા એ બગાડીને ગયા હતા.’

bollywood news tahira kashyap