08 July, 2024 09:46 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તાહિરા કશ્યપ ખુરાના
આયુષમાન ખુરાનાની વાઇફ તાહિરા કશ્યપ ખુરાનાએ પહેલી ફિલ્મ ‘શર્માજી કી બેટી’ ડિરેક્ટ કરી છે જે હાલમાં ઍમૅઝૉન પ્રાઇમ વિડિયો પર દેખાડવામાં આવી રહી છે. તાહિરાની ઇચ્છા છે કે તે એવી ફિલ્મો બનાવે જે લોકોમાં આશાનું કિરણ જગાવે અને લોકોને ખુશી પણ આપે. ફિલ્મ બનાવવાનો ઉદ્દેશ વ્યક્ત કરતાં તાહિરા કહે છે, ‘આ ફિલ્મ દ્વારા હું કહેવા માગું છું કે આ મહિલાઓ પણ અસ્તિત્વ ધરાવે છે. તેમને કોઈ બંધનમાં ન બાંધવી જોઈએ. વસ્તુને જોવાનો દરેકનો નજરિયો અલગ હોય છે. એથી એ અલગ-અલગ વિચારધારા સાથે આવવી જોઈએ નહીં તો એક જ પ્રકારનો દૃષ્ટિકોણ જોવા મળે. કોઈ પણ કૅરૅક્ટર ઘડતી વખતે કોઈ જેન્ડરને ઓછી આંકવામાં નહીં આવે. હું આશાવાદી અને આનંદ આપે એવી ફિલ્મ બનાવવા માગું છું.’