‘યે કાલી કાલી આંખેં’નું શૂટિંગ લદાખમાં કરી રહ્યો છે તાહિર રાજ ભસીન

06 April, 2021 01:56 PM IST  |  Mumbai | Harsh Desai

તેનું કહેવું છે કે તે હંમેશાંથી આ જગ્યાએ શૂટિંગ કરવા માગતો હતો

તાહિર રાજ ભસીન

તાહિર રાજ ભસીનનું કહેવું છે કે પહેલી વાર લદાખમાં શૂટિંગ કરીને તે ખૂબ જ ઉત્સાહિત છે. તે હાલમાં વેબ-શો ‘યે કાલી કાલી આંખેં’નું બે અઠવાડિયાં સુધી ત્યાં શૂટિંગ કરી રહ્યો છે. આ વિશે વાત કરતાં તાહિરે કહ્યું હતું કે ‘લદાખની સુંદરતા ખૂબ જ અદ્ભુત છે અને એથી જ ત્યાં શૂટિંગ કરવું સપનાસમું છે. અહીંની સુંદરતા અને ડેઝર્ટ માઉન્ટન અમારી સિરીઝ ‘યે કાલી કાલી આંખેં’ના દૃશ્ય માટે બંધબેસતાં હોવાથી અમે અહીં થોડા દિવસ સુધી શૂટિંગ કરી રહ્યા છીએ. ‘લક્ષ્ય’, ‘જબ તક હૈ જાન’ અને ‘3 ઇડિયટ્સ’ જેવી ફિલ્મો જોઈને હું મોટો થયો છું અને આ દરેક ફિલ્મમાં લદાખ છે.’
લદાખમાં શૂટિંગ કરવાના અનુભવને લઈને તાહિરે કહ્યું હતું કે ‘હું છેલ્લે જ્યારે લદાખ ગયો હતો ત્યારે ૧૬ વર્ષનો હતો. મારા પેરન્ટ્સ સાથે હું બુદ્ધિસ્ટ ટેમ્પલ ગયો હતો એ પણ મને હજી યાદ છે. મારા નાના ભાઈ સાથે લૉન્ગ ડ્રાઇવ કરીને અમે પૅન્ગોન્ગ લેક જઈને ત્યાં થુક્પા અને મોમોઝ ખાધા હતા. એ સમયે ખૂબ જ ઠંડી હતી એથી હું આ વખતે બે જૅકેટ્સ વધુ લઈને આવ્યો છું. ટ્રાવેલિંગ મને ખૂબ જ પસંદ છે. એક વર્ષથી બંધનમાં રહ્યા બાદ મારી ટ્રાવેલિંગની ભૂખ વધી ગઈ હતી. આથી જ્યારે નેચરની વચ્ચે તમારે આઉટડોર શૂટ કરવાની તક મળે તો તમારા માટે એ એક કમ્પ્લીટ પૅકેજ જેવું હોય છે. હું પંદર વર્ષ બાદ લદાખ આવ્યો છું.’

bollywood news bollywood bollywood gossips harsh desai