યુવાન દેખાવા ૫૦,૦૦૦ની ક્રીમ ખરીદી તબુએ

25 September, 2022 01:41 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તબુ દિવસે-દિવસે યુવાન થઈ રહી હોય એવું લાગી રહ્યું છે

યુવાન દેખાવા ૫૦,૦૦૦ની ક્રીમ ખરીદી તબુએ

તબુએ સ્વીકાર્યું કે યુવાન દેખાવા માટે તે ૫૦,૦૦૦ રૂપિયાની ક્રીમનો ઉપયોગ કરે છે. તબુ દિવસે-દિવસે યુવાન થઈ રહી હોય એવું લાગી રહ્યું છે. તે ૪ નવેમ્બરે બાવન વર્ષની થઈ રહી છે. તેને જોઈને કહેવું મુશ્કેલ છે કે તે બાવન વર્ષની છે. તેની સુંદરતા વિશે પૂછવામાં આવતાં તબુએ કહ્યું કે ‘કોઈ સીક્રેટ નથી. મારી મેકઅપ આર્ટિસ્ટ મિતાલી મને કહી રહી હતી કે ‘મૅમ ખૂબ સારી સ્કિન છે. કોઈ ઘરેલુ નુસખાનો ઉપયોગ કરો છો કે શું?’ ત્યારે મેં તેને કહ્યું, ‘હું અહીં કૉફી લગાવું છું અને આ પ્લાન્ટનો ઉપયોગ કરું છું.’ તેણે મને એ બધું કરવાની ના પાડી અને મને એક ક્રીમ સજેસ્ટ કરી હતી. મને ૫૦,૦૦૦ રૂપિયાની ક્રીમ તેણે સજેસ્ટ કરી હતી અને મેં એ ખરીદી હતી. જોકે હવે ફરી નહીં ખરીદું. મારા ચહેરા માટે હું ચોક્કસ કંઈ નથી કરતી. હું ચોક્કસ લુકમાં દેખાઉં એનું જરૂર ધ્યાન રાખું છું. જોકે ઍક્ટર ન હોય તો પણ લોકો આટલું તો ધ્યાન રાખતા જ હોય છે.’

entertainment news bollywood news tabu